ભારતમાં કોરોનાવાયરસ ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ નાઈટ કરફ્યુને સમર્થન કર્યું છે અને લોકડાઉન કરવાની જરૂર નથી એમ કહ્યુ છે. દેશમાં કોરોનાવાયરસ ના વધતા કેસોથી જુદા જુદા રાજ્યો નું ટેન્શન વધ્યું છે.
વાયરસ ને રોકવા માટે જુદા જુદા રાજ્યોમાં નાઈટ કરફ્યુ નું એલાન કરવામાં આવ્યું છે.પીએમ મોદી મુખ્ય મંત્રીને સૂચના આપી છે કે નાઈટ કરફ્યુ ને કોરોના કરફ્યુ નામ આપવામાં આવે છે જેથી લોકોમાં વધારે જાગૃતિ આવે.
પ્રધાનમંત્રી મોદી આ મુદ્દે જવાબ આપતા કહ્યું છે કે કેટલાક બુદ્ધિજીવી કહે છે કે કોરોના રાત્રે જ આવે છે કે શું? ખરેખર રાત્રી કર્ફ્યુ નો પ્રયોગ વિશ્વભરમાં કરવામાં આવ્યો છે.
કારણ કે વ્યક્તિને કરફ્યુ ના સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોનકાળ માં જીવી રહ્યો છું. સારું રહેશે કે જો નાઈટ કરફ્યુ 9 વાગ્યાથી સવારે 5-6 વાગ્યા સુધી કરવામાં આવે.
જેથી બાકી વ્યવસ્થાઓ પ્રભાવિત ન થાય અને કોરોના કરફ્યુ શબ્દ નો પ્રયોગ કરવા માટે લોકોને એકજૂટ કરીને કામ કરવામાં આવે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે.
અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment