અમદાવાદમાં લગ્ન અંગે પોલીસ કમિશનરે આપ્યો મહત્વપૂર્ણ આદેશ, પોલીસ હજાર રહી કરશે આ કાર્ય.

Published on: 2:46 pm, Fri, 9 April 21

અમદાવાદ શહેર માં કોરોના સંક્રમણ ની સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. અમદાવાદ શહેરમાં કોરોના ના નવા રેકોર્ડ બ્રેક 951 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 8 દર્દીઓના મૃત્યુ નિપજયા હતા.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા વધી ને 74274 પર પહોંચી ગઈ છે.અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2948 પર પહોંચી ગઈ છે.

અમદાવાદમાં કોરોના કેસ ને લઈને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં કહેવામાં આવ્યું છે કે.

લગ્નમાં માત્ર 100 મહેમાનોને આમંત્રિત કરી શકાશે અને લગ્ન પ્રસંગમાં પોલીસ વિઝિટ પણ કરશે અને જો કોરોના માર્ગદર્શિકા નું પાલન નહીં થતું હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સાથે જ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, કરફ્યુ દરમિયાન લગ્ન સમારંભોના આયોજન કરવા પર મનાઈ ફરમાવામાં આવી છે.

રાજકીય,સામાજિક અને અન્ય જાહેરસભા 50 થી વધારે વ્યક્તિઓ ભેગા નહી થઈ શકે.7 એપ્રિલ 2021 થી 30 એપ્રિલ 2021 સુધી કરફ્યુ રાત ના 8 થી સવાર ના 6 સુધીનો રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં લગ્ન અંગે પોલીસ કમિશનરે આપ્યો મહત્વપૂર્ણ આદેશ, પોલીસ હજાર રહી કરશે આ કાર્ય."

Leave a comment

Your email address will not be published.


*