છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં વધુ એક હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે તેમાં ક્રિકેટ રમતી વખતે, ડાન્સ કરતી વખતે, જીમી કરતી વખતે હાર્ટ એટેક આવતા લોકોના મોત થતા હોય છે.
ત્યારે હાલમાં બનેલી ઘટનામાં એક ડોક્ટરને ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થઈ ગયું હતું. આ છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાની એક હોસ્પિટલમાં આ ચોક આવનારી ઘટના બની હતી.
આ ઘટનામાં હોસ્પિટલમાં દર્દીને સારવાર આપી રહેલા ડોક્ટરનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટના બનતા જ હોસ્પિટલમાં ભારે ભાગદોડ બચી ગઈ હતી. ઘટનાની જાણ ડોક્ટરના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર ઓપરેશન થિયેટરમાં એક ગર્ભવતી મહિલાને સારવાર આપી રહ્યા હતા, આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
આ ઘટના બનતા જ ઓપરેશન થિયેટરમાં હાજર કર્મચારીઓ ગભરાઈ ગયા હતાં. લોકો કાંઈ સમજે તે પહેલા તો ડોક્ટરનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ ડોક્ટરના મોતના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઓપરેશન થિયેટરમાં ગર્ભવતી મહિલાને સારવાર આપી રહ્યા હતા ત્યારે અચાનક જ ડોક્ટરને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો.
પછી ડોક્ટર ઓપરેશન થિયેટરમાં જ ઢળી પડ્યા હતા. પછી તેમની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. મોતની પુષ્ટિ થયા બાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના શુક્રવારના રોજ રાત્રે 8:00 વાગ્યાની આસપાસ બની હતી. મૃત્યુ પામેલા ડોક્ટરનું નામ શોભારામ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment