રાજકોટમાં રસ્તા પર ચાલતી રીક્ષા અચાનક જ ગોથું ખાઈ ગઈ, રીક્ષા ચાલકનો ચમત્કારી બચાવો… જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 12:29 pm, Sun, 16 July 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે અને તમે ઘણી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હશે. અમુક વખત ગંભીર અકસ્માતની ઘટનામાં કેટલાક લોકોનો ચમત્કારી બચાવ થતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે.

આ અકસ્માતની ઘટનામાં એક રિક્ષાચાલકનો ચમત્કારી બચાવો થયો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર જતી એક રીક્ષા અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર સાંજના સમયે બની હતી.

અહીં સાંજના સમયે રસ્તા ઉપર જતી એક રીક્ષા અચાનક જ પલટી ખાઈ ગઈ હતી અને થાંભલા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં રીક્ષા ચાલક રીક્ષાની નીચે દબાઈ ગયો હતો. સમગ્ર ઘટના બનતા જ આસપાસના દુકાનદારો તરત જ ત્યાં દોડી આવ્યા હતા.

ત્યારબાદ રીક્ષા ઉભી કરી હતી અને રીક્ષા ચાલકને નીચેથી બહાર કાઢ્યો હતો. સદનસીબે અકસ્માતની ઘટના બની ત્યારે રિક્ષામાં કોઈપણ પેસેન્જર સવાર ન હતા. આ ઘટનામાં રીક્ષા ચાલકને પણ કોઈ પણ પ્રકારની ઈચ્છા પહોંચી નથી. અકસ્માતની ઘટનામાં રીક્ષા ચાલકનો ચમત્કારી બચાવ થયો છે.

બાકી તો અકસ્માતની ઘટનાના જોતા એવું જ લાગી રહ્યું છે કે આ ઘટનામાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઉજાગ્રસ્ત થયો હશે. તો ઘટનામાં રીક્ષા ચાલક વ્યક્તિને કાંઈ પણ થયું નથી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં રસ્તા પર ચાલતી રીક્ષા અચાનક જ ગોથું ખાઈ ગઈ, રીક્ષા ચાલકનો ચમત્કારી બચાવો… જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*