શું તમે પણ શર્ટના ઉપરના ખિસ્સામાં ફોન રાખો છો..? તો જોઈ લેજો આ વિડીયો નહીંતર તમે પણ…

Published on: 12:53 pm, Mon, 22 May 23

ViralVideo: મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણને ખૂબ જ હસવું આવતું હોય છે અથવા તો ઘણા વિડીયો આપણને ઘણું બધું શીખવાડી જતા હોય છે. જ્યારે ઘણા એવા પણ વિડિયો હોય છે જે દરેક લોકો માટે એક ચેતવણી રૂપ હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં એક મોટી ઉંમરના વ્યક્તિ એક ખુરશી ઉપર શાંતિથી બેસીને આરામ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે અચાનક જ તેમના ઉપરના ખિસ્સામાં મુકેલા મોબાઈલમાં આગ લાગે છે.

મોબાઇલમાં આગ લાગતા જ દાદા ખુરશી પરથી ઉભા થઈ જાય છે અને ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢવાના પ્રયત્નો કરે છે. દાદા ખિસ્સામાંથી મોબાઇલ તો બહાર કાઢી નાખે છે, પરંતુ આ ઘટનામાં તેમના શર્ટમાં આગ લાગી ગયો હોય છે. પછી તો ગમે તેમ કરીને દાદા શર્ટ પર લાગેલી આગને ઓલવે છે. આ ઘટના બનતા જ ત્યાં હાજર અન્ય એક વ્યક્તિ પણ ત્યાં દોડી આવ્યો હતો.

ત્યારબાદ તે ગ્લાસમાં પાણી ભરીને મોબાઈલ પર લાગેલી આગને ઓલવી નાખે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

જે લોકો પોતાનો મોબાઈલ ફોન ઉપરના ખિસ્સામાં મૂકે છે તે લોકો માટે આ વિડીયો એક ચેતવણી રૂપ છે. મિત્રો ઉપરના ખિસ્સામાં મોબાઇલ મુકો એ આપણા શરીર માટે પણ ખૂબ જ હાનિકારક છે. એટલા માટે જે પણ લોકોને ઉપરના ખિસ્સામાં મોબાઈલ મુકવાની આદત હોય તે લોકોને આ વિડીયો જરૂર મોકલજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શું તમે પણ શર્ટના ઉપરના ખિસ્સામાં ફોન રાખો છો..? તો જોઈ લેજો આ વિડીયો નહીંતર તમે પણ…"

Leave a comment

Your email address will not be published.


*