સરકારી રુપયે કરો ધંધો, આટલા લાખ સુધી ની મળી શકે છે સહાય.

આ નાણાકીય વર્ષના પાછલા છ મહિના માં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્રો થી દવાઓનું વેચાણ 60 ટકા વધ્યું છે.રાજ્યસભામાં એક લેખિત ઉત્તરમાં ફટીલાઈઝર અને કેમિકલ મંત્રી ડીવી સદાનંદ એ જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના.

હેઠળ 29 જાન્યુઆરી સુધી 519.34 કરોડ રૂપિયાનો વેપાર કર્યો જયારે આખા વર્ષમાં 500 કરોડની દવાઓ વેચવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો.તેમને કહ્યુ કે લોકડાઉન દરમિયાન આ કેન્દ્રોથી દવાઓના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે.

જન ઔષધી યોજના હેઠળ દેશભરમાં બનેલ 7 હજાર કેન્દ્રોથી ગરીબોને સસ્તા માં દવાઓ મળી રહી છે. જન ઔષધિ કેન્દ્ર થી દવાઓ પર ભારે છુટ મળી જ છે લોકોને રોજગાર પણ મળી રહો છે.

જો તમે પણ શહેરમાં જન ઔષધી કેન્દ્રો ખોલવા માંગતા હો તો એકદમ સરળ છે.જન ઔષધી કેન્દ્રો ખોલવાની પ્રોસેસ સરળ છે અને આને ઘરે બેઠા ઓનલાઇન પણ કરી શકો છો.આ યોજનાનું પૂરું નામ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પ્રોજેક્ટ છે.

મોદી સરકાર ની પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી યોજના એક યોજના છે જે માત્ર રોજગાર જ નહિ પણ દર્દીઓને પણ બજાર દરથી ઘણી સસ્તી દવાઓ મળે છે.2.5 લાખ રૂપિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રોત્સાહન રકમ મળશે.

તેજ રીતે નક્સલ પ્રભાવિત અને ઉત્તર પૂર્વ રાજ્યોમાં પ્રોત્સાહન ની મહત્તમ મયાર્દા દર મહિને 15 હજાર રૂપિયા સુધી છે.સેન્ટર શરૂ કરતા પહેલા તમારે પહેલા 1 લાખ રૂપિયાની દવાઓ ખરીદવી પડશે બાદમાં સરકાર.

તેની રીએમ્બર્સમેન્ટ કરશે.આ સિવાય સરકાર તમને દુકાન શરૂ કરવા,રેક,ડેસ્ક વગેરે બનાવવા અને ફિઝ ખરીદવામાં 1 લાખ રૂપિયા સુધીની સહાય કરશે.

કેન્દ્ર ખોલવા માટે કોમ્પ્યુટર વગેરેના સેટઅપ ઉપર 50 હજાર રૂપિયા સુધીના ખર્ચ પર પણ સરકાર આ નાણા રીટન આપશે. જન ઔષધી કેન્દ્ર નામથી લાયસન્સ લેવું પડશે.તેને ખોલવા માટે તમારી પાસે 120 વર્ગ ફૂટની દુકાન હોવી આવશ્યક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*