સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે ઉકળાટ જોવા મળ્યો છે અને ઉમેદવારોના ફોર્મ પણ રદ થયા છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરી હતી અને જેમાં તેમણે ફોર્મ રદ થવાના મામલે.
ભાજપના નેતાઓએ દબાણ કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો અને તેઓએ કહ્યું કે ક્યાંક અમારી હ્યુમન મિસ્ટેક હોઈ શકે છે પરંતુ તેનાથી ફોર્મ રદ ન થાય.કોંગ્રેસમાં ટિકિટ ને લઈને જોવા મળેલા કાર્ડ પણ તેઓ જ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે.
ટિકિટ ન મળતાં કાર્યકર્તાઓને નારાજ થવાનો અધિકાર છે.પણ જે લોકોને ઓપન મંચ પર બળાપા કાઢી આક્ષેપો કર્યા છે તેવા નેતાઓ કે કાર્યકર્તા સામે શિસ્ત ભંગના પગલાં લેવાશે.તેઓએ કહ્યુ કે અનેક પાર્ટીઓ ગુજરાત માં ચૂંટણી લડી રહી છે.
પરંતુ ગુજરાત ની જનતા ખુબજ હોશિયાર છે તે પોતાના મત નો ખોટો બગાડ નહિ કરે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોનાં ફોર્મ રદ થવાના.
કારણે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના નેતા ઉપર આક્ષેપો લગાવતા અને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે તેઓના દબાણના.
કારણે અમારા ઉમેદવારોનાં ફોર્મ રદ થયા છે.ગુજરાત રાજ્યમાં ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાને ચડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment