હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નમાં સ્ટેજ ઉપર વરરાજા સાથે કંઈક એવું બન્યું કે લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. લગ્નમાં સ્ટેજ પર મહેમાનોની નજર સામે દુલ્હનને વરમાળા પહેરાવ્યા બાદ અચાનક જ વરરાજાનું કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ભારે ભાગદોડ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ એટલે કે બે માર્ચના રોજ રાત્રિના સમયે બની હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીજેના અવાજના કારણે વરરાજાનુ મૃત્યુ થયું છે. કહેવામાં આવી રહ્યો છે કે જ્યારે વરરાજો દુલ્હન સાથે સ્ટેજ પર બેઠેલો હતો. ત્યારે ડીજેના જોરદાર અવાજના કારણે વરરાજાને ખૂબ જ તકલીફ થતી હતી. ત્યારબાદ ડીજેના અવાજના કારણે વરરાજાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. લગ્નના દિવસે જ વરરાજાનું મોત થતા ચારેય બાજુમાં માતમ છવાઈ ગયો હતો.
વરરાજાના મૃત્યુ પહેલાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એમાં તમે જોઈ શકો છો કે ડીજેના અવાજના કારણે વરરાજાને તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે અને તે અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બિહારના સીતામઢીમાંથી સામે આવી રહી છે. અહીં સ્ટેજ પર દુલ્હનને વરમાળા પહેરાવ્યા બાદ વરરાજાનુ મોત થયું હતુ.
સોનબરસા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દરવા ગામમાં લગ્ન ચાલી રહ્યા હતા. મહિલાઓ લગ્નના ગીત ગાય રહી હતી અને સ્ટેજ પર વરમાળા પહેરાવવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સંબંધીઓ વરરાજા અને દુલ્હન સાથે સ્ટેજ પર ફોટા પડાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ વરરાજા સ્ટેજ પર બેભાન થઈને ઢળી પડ્યો હતો.
આ ઘટના બનતા જ સંબંધીઓ તાત્કાલિક વરરાજાને સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગયા હતા. અહીં હાજર ડોક્ટરે વરરાજાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા વરરાજાનું નામ સુરેન્દ્ર કુમાર હતું. સુરેન્દ્રનું લગ્નના દિવસે જ મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર જાનમાં સુરેન્દ્રએ ડીજેનું વોલ્યુમ ઓછુ કરવાનું કહ્યું હતું.
પરંતુ તેની વાત કોઈ સાંભળી ન હતી. ડીજે ના અવાજના કારણે સુરેન્દ્રને ખૂબ જ તકલીફ પડતી હતી.ત્યારબાદ સ્ટેજ ઉપર જ્યારે વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે તેને ડીજેનો અવાજ બંધ કરવાનું કહ્યું હતું. કારણકે ડીજેના અવાજના કારણે તેની તબિયત સારી ન હોય તેવું લાગી રહ્યું હતું અને તે સ્ટેજ પર અસ્તવ્યસ્ત દેખાતો હતો.
સ્ટેજ ઉપર જ્યારે સુરેન્દ્રએ ડીજેનો અવાજ બંધ કરવાનું કહે ત્યારે પણ તેની વાત કોઈએ માની ન હતી અને લોકોએ ડીજે ચાલુ રાખ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીજેના અવાજના કારણે સુરેન્દ્રને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો. ગુરૂવારના રોજ સુરેન્દ્રના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment