સુરતના હીરાના વેપારીઓ ચેતી જજો…! કતારગામ વિસ્તારમાં કારખાનામાં નોકરી કરતી મહિલાએ દોઢ મહિનામાં 19 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી, તેનો પતિ પણ…

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં ફરી એક વખત હીરાની ચોરીની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતી એક મહિલાએ ધીમે ધીમે કરીને 19 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી. હીરા ચોરી કરીને મહિલા પોતાના પતિને આપતી હતી. પતિ હીરાની દલાલી કરીને વેચી દેતો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ કારખાના ના માલિકને થતા માલિકે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ચોરી કરનાર પતિ-પત્નીની ધડપકડ કરીને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરાનો વેપાર ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલતો હોય છે.

ત્યારે અનેક વખત હીરા ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં 19 લાખ રૂપિયાના હીરાની ચોરીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર હીરાના કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, તેમના કારખાનામાં કામ કરતી એક મહિલા કર્મચારીએ દોઢ મહિનામાં 19 લાખ રૂપિયાના હીરા ગાયબ કર્યા છે.

શૈલેષભાઈની ફરિયાદના આધારે પોલીસે, ચોરી કરનાર પ્રિયંકાબેન વિક્કી સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કતારગામના વસ્તાદેવડી દેવડી રોડ પર પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જ્વેલર્સ નામના હીરાના કારખાનામાં પ્રિયંકા સોલંકી હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી.

મળતી માહિતી અનુસાર આ કારખાનામાંથી લગભગ દોઢ મહિનામાં 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ થયા હતા. જેને લઈને કારખાનાના માલિકે તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે હીરા પ્રિયાંક સોલંકી ચોરી કરીને પોતાના પર્સમાં મૂકી દેતી હતી.

પછી ઘરે જઈને પોતાના પતિને આપી દેતી હતી. ત્યારબાદ તેનો પતિ હીરા સસ્તામાં મેદરપુરાના દલાલ તેજસને વેચી દેતા હતા. હાલમાં પોલીસે પતિ પત્નીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત પોલીસે હીરાના દલાલની પણ શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*