સાગર રબારીએ કહ્યું કે, ખેડૂતોની સગવડ માટે જલ્દીથી ગુજરાતમાં ભાજપ સરકારે કોઈ નિર્ણય લેવા પડશે…

Published on: 9:21 pm, Tue, 19 July 22

ગુજરાત રાજ્યમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થતી જોવા મળી રહે છે. તમામ રાજકીય પાર્ટી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત કરવાની કામગીરીમાં લાગી ગઈ છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ ખેડૂતોના એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અગાઉ ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી પાક વીમા યોજના’ અમલમાં હતી, એ યોજના જ્યારે રદ કરવામાં આવી ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બીજી વીમા યોજના લાગુ કરવાનું કહ્યું હતું. ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ લાગુ કરવામાં આવી છે બે વર્ષ સુધી અમલમાં રહી હતી. પરંતુ ચાલુ વર્ષમાં ખેડૂતો માટે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અમલમાં છે કે નથી તેના માટે કોઈપણ પ્રકારની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.

પહેલા ખૂબ જ વરસાદ ખેંચવાના કારણે અને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં આપવાના કારણે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જેવા વિસ્તારોમાં ખેડૂતો મોડે સુધી વાવેતર કરી નહોતા શકાય. જેમની પાસે થોડી ઘણી સિંચાઈ કરવાની સગવડ હતી અને વાવેતર કર્યા, એમના કપાસ વગેરે વાવેતરોના બિયારણો બળી ગયા. ત્યારબાદ અત્યારે રાજ્યમાં એકધારો વરસાદ પડ્યો એમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગરનું ધરું કોહવાઈ જેવું, કેળ પડી જવી, સૌરાષ્ટ્રમાં જે લોકોએ સિંચાઈથી મગફળી અને કપાસ કરેલા હતા એમના કપાસના છોડ વાદળછાયા વાતાવરણ અને વરસાદના આવવાના કારણે કોહવાઈ ગયા છે. જેના કારણે વિવિધ વિસ્તારોના ખેડૂતોને જુદા જુદા પ્રકારના નુકસાન થયા છે.

સાગર રબારી એ વધુમાં જણાવ્યું કે, સરકાર પાસે અત્યારે કોઈ ચોક્કસ યોજના કે નીતિ ન હોવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટીની સરકારે તાત્કાલિક નિર્ણય લેવા જોઈએ.

સાગર રબારી એ કહ્યું કે આમ આદમી પાર્ટીની મીડિયા માધ્યમથી ભાજપ સરકારથી માંગણી છે કે, રાજ્યમાં જ્યાં પણ ખેડૂતોને નુકસાન થયું છે અને થઈ રહ્યું છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે, અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ના જે માપદંડો હતા એ માપદંડોમાં છુટાછુટા મૂકી ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાગર રબારીએ કહ્યું કે, ખેડૂતોની સગવડ માટે જલ્દીથી ગુજરાતમાં ભાજપ સરકારે કોઈ નિર્ણય લેવા પડશે…"

Leave a comment

Your email address will not be published.


*