મધ્યપ્રદેશમાં હીરાની ખાણ માં કામ કરતા એક મજૂર ના નસીબ ચમકી ઊઠ્યા, મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના પન્નાના જિલ્લાના કૃષ્ણ કલ્યાણપુર વિસ્તારની હીરાની ખાણમાં કામ કરતાં એક મજૂરને ખાણમાંથી 13 કેરેટનો મોટો હીરો મળી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર આ હીરાની કિંમત અંદાજે 60 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત સોમવારના રોજ અન્ય છ હીરા મળી આવ્યા હતા. સોમવારના રોજ હીરાની ખાણ માં કામ કરતા ખેડૂત મુલાયમસિંહને હીરો મળ્યો હતો.
મળેલા હીરા ને જોઈને તે ખૂબ જ ખુશ થઇ ગયો હતો. આ ઉપરાંત તેને કહ્યું કે હીરા માંથી મળેલા પૈસામાંથી તે પોતાના બાળકને ભણાવશે. સોમવારના રોજ હીરાની ખાણમાંથી છ જેટલા હીરા મળી આવ્યા હતા.
હીરાએ ચમકાવ્યું મજુરનું નસીબ : મધ્યપ્રદેશના એક મજૂરને 60 લાખ રૂપિયાનો હીરો મળ્યો… pic.twitter.com/vobo3a7KOg
— GUJJU ROCKZ (@gujju_rockz) December 8, 2021
જેની કિંમત લાખોમાં આંકવામાં આવી છે. તે 13.54 કેરેટ, 6 કેરેટ, 4 કેરેટ, 43 સેન્ટ, 37 સેન્ટ અને 74 સેન્ટના છે. મળતી માહિતી અનુસાર આ તમામ હીરાની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા હોઈ શકે છે. જ્યારે હીરાની હરાજી કરવામાં આવશે ત્યારે તેનું ચોક્કસ કિંમત જાણવામાં આવશે.
મળતી માહિતી અનુસાર હીરો શોધનાર મજૂરને હીરાની હરાજી થશે ત્યારબાદ પૈસામાંથી 12% કાપીને તેને પૈસા આપવામાં આવશે. જો હીરાની હરાજી માં હીરાના 60 લાખ રૂપિયા આવશે તો 12% કાપીને તેને 53 લાખ 80 હજાર રૂપિયા આપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment