આ અમદાવાદી એન્જિનિયરની કોઈએ કદર ન કરતા તેમને શરૂ કરી ચાની લારી,હાલમાં કમાય છે એટલા રૂપિયા કે…

Published on: 11:18 am, Wed, 8 December 21

વર્તમાન સમયમાં શિક્ષણથી લઈને રોજગારી મેળવવા સુધી સ્પર્ધા ચાલી રહી છે ત્યારે સારા એવા પ્રમાણમાં ખર્ચા કરી ઊંચી ડીગ્રી પ્રાપ્ત કરનાર ઘણા યુવાનો નાના પાયાના ધંધાઓ કરવામાં નાનમ અનુભવતા હોય છે. તે જ કારણે તેઓ ખૂબ જ નજીવા પગાર માં જોબ કરવાનું વિચારે છે કે જેમાં તેઓ પોતાનો ખર્ચો પણ માંડ માંડ કાઢતા હોય છે.

આજરોજ અમે તમારી સમક્ષ એવા યુવાનની વાત લઈને આવ્યા છીએ કે જે કોઈપણ જાતની શરમ કે સંકોચ વગર ઇલેક્ટ્રોનિક એન્જીનિયર હોવા છતાં વર્તમાન સમયમાં રોજગારીમાં જોવા મળતા ફુગાવા સામે નજીવા પગારની નોકરી છોડી નવો ધંધો શરૂ કર્યો છે.

અમદાવાદના રોનક ભરતભાઈ રાજવંશીએ અમદાવાદ ખાતે એન્જિનિયર ની ચાના નામે પોતાના ચા નો વ્યવસાય શરૂ કર્યો છે.આ માટે તેણે ગાડરિયા પ્રવાહ થી વિપરીત કઈ રીતે શરૂઆત કરવી તે વિશે આજે અમે તમને સવિસ્તાર જણાવીશું.

આ વ્યક્તિને સારી નોકરી ન મળતાં તેને 2018 થી 2020 સુધી તેને પપ્પાની સાથે ચાની ટપરી શરૂ કરી.આ બે વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે તે પોતાના પિતાને ચાના ધંધામાં મદદ કરતા રહ્યા અને સાથે સાથે નાના ધંધા ને કઈ રીતે ધીરે આગળ વધારવો અને બધા જ લોકો જે ચા પીવે છે

તેમાંથી પોતાના ધંધાને કઈ રીતે અલગ તારવો તે વિચાર સાથે રોનક સતત ક્રિયાશીલ બની ગયો અને પરિણામ સ્વરૂપે તેમને એન્જિનિયર ની ચા નામની લારી શરૂ કરી.રોનક સવારે પાંચ વાગ્યાથી લઈને સવારના 11:00 સુધી ચાના વ્યવસાયને સંભાળે છે.

બાકીના સમગ્ર દિવસ તે ઘર પ્રત્યે પોતાની બધી જવાબદારીઓ નિભાવે છે. પોતાના ધંધામાં લોકોને આકર્ષવા માટે અને તે ચા ના પીવે તો કંઈ નહીં પણ પોતાની ટપરી પર આવીને શાંતિથી બેસી પણ શકે તે માટે રોનક રોજના ત્રણ ન્યુઝપેપર બંધાવેલા છે. હાલમાં રોનક એની એન્જિનિયરિંગ નોકરી કરતા પણ વધારે કમાઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ અમદાવાદી એન્જિનિયરની કોઈએ કદર ન કરતા તેમને શરૂ કરી ચાની લારી,હાલમાં કમાય છે એટલા રૂપિયા કે…"

Leave a comment

Your email address will not be published.


*