સુરતના સૌના જાણીતા એવા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયા જેમને હાલમાં દાનની એક અનોખી રીતે ચાલુ કરે છે. લેઉવા પટેલ ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કેમ્પસમાં સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા કુળદેવીના મંદિરના નિર્માણ માટેના દાનની એક અનોખી રીતે ચાલુ કરી છે.
સવજીભાઇ ધોળકિયા વ્યસન મુક્તિને લઈને એક મહત્વનું કાર્ય કર્યું છે. સવજીભાઈ ધોળકીયાએ જાહેર મંચ પર કહ્યું હતું કે, અહીં હાજર લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય તે લોકો પોતાનો હાથ ઊંચો કરે. સવજીભાઇ ધોળકિયાની વાત સાંભળીને લગભગ ત્યાં હાજર 200 લોકોએ પોતાનો હાથ ઊંચો કર્યો હતો.
ત્યારબાદ તેમણે કહ્યું કે, આમાંથી જે લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર હશે. તે લોકોના નામથી હું કુળદેવીના મંદિરમાં 51 હજાર રૂપિયાનું દાન કરીશ. ત્યારે 200 લોકોમાંથી 31 લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર થયા હતા. ત્યારબાદ 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાની તૈયારી દર્શાવતા સવજીભાઈ ધોળકીયા કુળદેવીના મંદિરમાં 15.50 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
જે દિવસે ધોળકિયા પરિવારનું સ્નેહમિલન હતું. તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાનું માનીને સવજીભાઇ ધોળકિયાને આ વિચાર આવ્યો હતો. ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર છે.
આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના રહેવા માટે 2 કરોડ રૂપિયાના ખર્ચે એક બિલ્ડીંગ પણ બનાવવામાં આવશે. આ કામ માટે સવજીભાઈ ધોળકીયા એ પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા દાન કરવાની એક અનોખી રીત મૂકીને એક સાથે બે કામ થાય એવું કાર્ય કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment