સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને ડાયમંડ કહેવાતા ગોવિંદભાઈ ધોળકિયા એક ખુબ જ સુંદર કાર્ય શરૂ કર્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા નાના માણસોની ચિંતા કરતા હોય છે. તેમને નાના માણસોની ચિંતા કરીને ગુજરાતના ડાંગ જિલ્લામાં 311 હનુમાનજીના મંદિર બાંધવાનો સંકલ્પ લીધો છે.
જેમાંથી અત્યાર સુધીમાં 14 મંદિરનું લોકાર્પણ પણ થઇ ગયું છે. જ્યારે ગોવિંદભાઈ ધોળકિયા અને પીપી સ્વામી એક વખત ડાંગ માંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમને એક ઝાડની નીચે ખંડિત હાલતમાં હનુમાનજીની મુર્તિ જોઇ હતી. હનુમાનજીની ખંડિત મૂર્તિ જોઈને ગોવિંદભાઈનું હૃદય દ્રવી ઊઠયું હતું.
આ દ્રશ્યો જોયા બાદ ગોવિંદભાઈ ધોળકિયા ડાંગના 311 ગામમાં હનુમાનજીનું મંદિર બાંધવાનો સંકલ્પ લીધો હતો. મંદિર બાંધવાનો તમામ ખર્ચો ગોવિંદભાઈ ધોળકિયાના રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ માંથી થશે. અત્યાર સુધીમાં 14 મંદિરનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે.
મંદિરોના નિર્માણ પાછળનો હેતુ છે કે, મંદિરમાં લોકો ભક્તિ કરે, સાથે ગામના લોકોમાં એકતા વધશે અને વ્યસનમુક્તિ સહિત સંસ્કારના સમન્વય સાથે તીર્થ બને તેવો છે. ડાંગમાં શુબીર તાલુકાના લહાર ઝાડદર ખાતે 14 મંદિર લોકર્પણ કરી દેવામાં આવ્યું છે.
આ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા શ્રી રામજન્મભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજના હસ્તે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ અંગે રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિની ગોદમાં પથરાયેલું ડાંગ જિલ્લો અને ડાંગવાસીઓ કુદરતના ઉત્કૃષ્ટ સર્જનોમાંનો એક ભાગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment