દોસ્તો હજુ માનવંતા જીવે છે! આ વ્યક્તિએ રસ્તામાં એક તરસતી ખિસકોલીને પાણી પીવડાવ્યું – જુઓ હદય સ્પર્શી વીડિયો

Published on: 4:16 pm, Mon, 21 March 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે ઘણા લોકોને જોયા હશે જે લોકો જરૂરિયાતમંદોને મદદ કરે છે અને તેમના દુઃખ દૂર કરે છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ જોયા હશે જેમાં ઘણા લોકો પ્રાણીઓન મદદ કરતા દેખાતા હોય છે. ત્યારે હાલમાં તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં એક વ્યક્તિ ખિસકોલીને પાણી આપતો નજરે ચડી રહ્યો છે. આ અદભુત વિડીયો લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે આ વ્યક્તિ રસ્તા પર એક તરસતી ખિસકોલી ને પાણી આપી રહ્યો છે.

ખિસકોલી બોટલમાં મોં નાખીને પાણી પીવા લાગે છે. ખિસકોલીને જોતા એવું લાગી રહ્યું છે તે ખૂબ જ તરસતી હશે. ખિસકોલી બોટલ છોડવાનું નામ જ નથી લઈ રહી. તે પાણી પીવાનું ચાલુ રાખે છે. એક તરસતી ખિસકોલીને પાણી પીવડાવીને આ વ્યક્તિએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ વીડિયો ઇન્ટરનેટ માં ધૂમ મચાવી રહ્યો છે.

આ અદભુત વીડિયો IFS ઓફિસર SUSANTA NANDAએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 65 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 5 હજારથી પણ વધારે લોકોએ વિડીયો અને લાઈક કરી છે. લોકો કોમેન્ટ બોક્સમાં ખિસકોલીને પાણી પીવડાવી રહેલા વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!