3 દિવસ સુધી 10 વર્ષનો બાળક પોતાની માતાના મૃતદેહ સાથે સુતો રહ્યો, બાળકને ખબર જ નહતી કે માતાનું…

Published on: 3:28 pm, Mon, 21 March 22

હાલમાં બનેલી એક એવી ઘટના સામે આવી છે. જે સાંભળીને તમારા પર રુવાડા ઉભા થઇ જશે. આ ચોંકાવનારી ઘટના આંધ્રપ્રદેશના તિરુપતિ માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી 41 વર્ષીય રાજલક્ષ્મી પોતાના 10 વર્ષના દીકરા સાથે એકલી રહેતી હતી.

રાજલક્ષ્મીનો પુત્ર સામાન્ય બાળકો કરતાં થોડુંક મંદબુદ્ધિનો હતો. મળતી માહિતી અનુસાર રાજ્યલક્ષ્મીનો તેના પતિ સાથે છેલ્લાં બે વર્ષથી માથાકૂટ ચાલતી હોવાને કારણે તે પોતાના પુત્ર સાથે એકલી વિધાનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

મળતી માહિતી અનુસાર રાજલક્ષ્મી 9 માર્ચના રોજ પોતાની પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવા માટે બેલગાવી ગઈ હતી. તે બહાર જઈ રહી છે તેવું તેને પોતાના ભાઈ દુર્ગાપ્રસાદને કહ્યું હતું. અને રાજલક્ષ્મીએ પોતાના ભાઈને એમ પણ કહ્યું હતું કે, તેને કેટલાય સમયથી માથાનો દુખાવો થાય છે.

તે માટે તે બેલાગવીથી પાછી આવશે ત્યારે તે ડોક્ટરની સલાહ લેશે. મળતી માહિતી અનુસાર રાજલક્ષ્મીના માથાના ભાગમાં ઇજા પહોંચી હોવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. રાજલક્ષ્મીના દસ વર્ષના પુત્ર શ્યામ પ્રસાદને એવું લાગ્યું કે માતા સૂઈ રહે છે. શ્યામ પ્રસાદ ત્રણ દિવસ સુધી ઘરે રાખેલો નાસ્તો ખાતો હતો અને નિયમિત રીતે સ્કૂલે જતો હતો.

જ્યારે પડોશીએ શ્યામ પ્રસાદને માતા વિશે પૂછ્યું ત્યારે શ્યામ પ્રસાદે કહ્યું હતું કે માતા કરી રહી છે. જ્યારે ચોથા દિવસે મૃતદેહ માંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગી ત્યારે તેને આ ઘટનાની જાણ પોતાના મામાને કરી હતી. ત્યારબાદ શ્યામ પ્રસાદના મામા ઘરે આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

મૃત્યુ પામેલી રાજલક્ષ્મીના ભાઈ પ્રસાદ રેડીના કહેવા મુજબ, બહેનનો છેલ્લો ફોન 7 માર્ચના રોજ આવ્યો હતો. મળતી માહિતી અનુસાર રાજ્યલક્ષ્મીએ સુતા પહેલા પોતાના પુત્રને હેરાન ન કરવાનું કહ્યું હતું. તેથી બાળકને ત્રણ દિવસ સુધી પોતાની માતાને જગાડી જ રહી. અને પોતે પણ માતાના મૃતદેહ સાથે સૂતો રહ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "3 દિવસ સુધી 10 વર્ષનો બાળક પોતાની માતાના મૃતદેહ સાથે સુતો રહ્યો, બાળકને ખબર જ નહતી કે માતાનું…"

Leave a comment

Your email address will not be published.


*