મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજથી થોડાક દિવસો પહેલા બનેલી એક હાર્ટ એટેકની ઘટના વિશે આજે અમે તમને વાત કરવાના છીએ. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર ટંકારાના રામપર ગામે માતાજીના માંડવામાં ભુવાનું ધુણતા ધુણતા હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાયો હતો. ભુવા ડાક ડમરૂ વગાડી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા કોઈને ક્યાં ખબર હશે કે, ભુવાજીનું પ્રાણ પંખેરુ ઉડી જશે. મળતી માહિતી અનુસાર નાના રામપરા ગામે રામનગરમાં ચામુંડા માતાજીના મંદિરે માંડવાનો પ્રસંગ હતો. અહીં ભુવાજી ધૂણી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેઓ ધૂણતા ઢળી પડ્યા હતા. સૌપ્રથમ તો લોકોને એવું લાગ્યું કે ભુવાજી ધ્યાનમાં બેઠેલા છે. જ્યારે તેમને પાણી પીવડાવવા ગયા ત્યારે ખબર પડી કે ભુવાજીને તો હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મોરબીના ટંકારામાં રામપર ગામે 55 વર્ષના ભુવાજીને ધુણતા ધુણતા હાર્ટ એટેક આવ્યો અને મોત થઈ ગયું#Morbi #HeartAttack pic.twitter.com/hInz4XBBew
— Yogesh Gajjar (@imyogesh_07) November 17, 2023
આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. પછી તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment