જીગલી ખજૂર એવા નીતિન ભાઈ જાની જેમને આપ સૌ જાણીએ જ છીએ જેઓ એ તાઉતે વાવાઝોડું આવ્યું ત્યારથી સેવા નું કામ કરી રહ્યાં છે અને તેમણે અનેક જરૂરિયાત મંદ લોકો ની સેવા પણ કરી છે. તાઉતે વાવાઝોડાં સમયગાળા દરમિયાન કેટલાય લોકો નાં ઘર પડી ગયાં હતાં તેમને એક સેવા નું કામ કરીને નવા બનાવી આપ્યા ખાસ કરીને સૌરાષ્ટ્ર માં વાવાઝોડાં નાં સમયે ખૂબજ નુકશાન થયું હતું.
ત્યારે આ ખજૂર ભાઈએ એક સેવાનું કામ કરીને લોકોના પડી ગયેલા ઘરને નવા બનાવી આપ્યા અને આવીજ રીતે ખજૂર ભાઈ લોકોની મદદ કરતા આવ્યા છે. કરોડો કરતા પણ વધારે રૂપિયા તેમણે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં માં વાપર્યા છે અને ખુશી ની વાત એ પણ છે કે તેમણે એક વૃધ્ધાશ્રમ પણ બનાવડાવ્યું છે આવી રીતે ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ કરી છે..
ત્યારે વાત કરીશ તો રાજકોટ ખાતે રાજકોટ યુવા ફાઉનડેશન દ્વારા એક સુંદર ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિધ્ધ લોકસાહિત્યકાર એવા દેવાયત ખવડ સહિત નાં કલાકારો હાજર રહ્યા હતા. અને આં ડાયરા માં ખજૂર ભાઈ પણ હાજર રહ્યા હતાં
ખજૂર ભાઈ એ તેમનાં ઈન્સ્ટાગ્રામ પેજ પર આશ્રમ નો વીડિયો શેર કર્યો હતો અને સાથે તેનીરાજકોટ નાં યુવા ફાઉનડેશન નો આભાર પણ માન્યો ત્યારે આ ડાયરા માં ખજૂર ભાઈ પર નોટો નો વરસાદ કરાયો, એક બાજુ ખજૂર ભાઇ પર નોટો નો વરસાદ થઇ રહ્યો છે.
અને બીજી બાજુ લોક સાહિત્યકાર દેવાયત ખવડ પોતાની વાણીનો રસ પીરસી રહ્યાં છે. ત્યારે ખજૂર ભાઇ વખાણ કરતા કહ્યું કે ખજૂર ભાઇ અનેક એવા સેવા નાં કાર્યો કર્યા છે જેનાથી અનેક લોકોમાં ખુશી જોવા મળી છે. આપણા એવા સેવાભાવિ ખજુર ભાઇ ને સોનુસુદ કહીએ તો પણ નવાઈ નહિ.
ડાયરા માં દેવાયત ખવડ ખજૂર ભાઈના વખાણ કરતા એ પણ કહ્યું કે આજે જેટલા પૈસા આવશે એ ખજૂર ભાઇ ને આપવામાં આવશે. ખજૂરભાઇએ સેવાકિય પ્રવૃત્તિ કરવામાં માં પોતાના પૈસા પણ વાપરી ચૂક્યા છે. અંતે એટલુજ જણાવીશ કે પ્રણામ છે આવા લોકો ને જે સેવાકિય પ્રવૃત્તિઓ કરી ને લોકોને સેવા કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment