દીકરી તૃષાના કેસમાં થયો મોટો ખુલાસો : તૃષાનો જીવ લેવાનો પ્લાન કલ્પેશે છેલ્લા એક મહિનાથી બનાવી રહ્યો હતો, આખરે તેને દીકરીનો જીવ…

Published on: 1:02 pm, Fri, 25 March 22

વડોદરામાં કલ્પેશ ઠાકોર નામના યુવકે એક તરફી પ્રેમમાં તૃષા સોલંકી નામની 19 વર્ષની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ સમગ્ર ગુજરાતની જનતા હચમચી ગઈ હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ આરોપી કલ્પેશને ઝડપી પાડયો હતો. આરોપી કલ્પેશ હાલમાં ત્રણ દિવસના રિમાન્ડ પર છે.

ત્યારે આ ઘટનાને લઇને મોટો ખુલાસો થયો છે. તૃષા સાગર નામના યુવક સાથે પ્રેમ કરતી હોવાનું જાણવા મળતાં કલ્પેશ ભારે રોષે ભરાયો હતો. કલ્પેશ છેલ્લા એક મહિનાથી તૃષાનો જીવ લેવાનો પ્લાન બનાવી રહ્યો હતો. કલ્પેશ તૃષાને અવારનવાર મળવા બોલાવતો હતો.

પરંતુ તૃષા મળવા માંગતી ન હતી. ત્યારે મંગળવારના રોજ કલ્પેશ તૃષાને મળવા માટે રાજી કરી હતી. ત્યારબાદ કલ્પેશે તુષાનો જીવ લઇ લીધો હતો. આટલું જ નહીં પરંતુ વેલેન્ટાઈન ડે ના દિવસે કલ્પેશે ડોલોની 30 ગોળી ખાઈને તૃષા પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ કલ્પેશની સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડયો હતો. પોલીસને કોર્ટમાંથી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મળી ગઈ છે. ત્રણ દિવસમાં પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કરશે. યુવતીનો જીવ લીધા બાદ આરોપી કલ્પેશ યુવતીની ટુ વ્હીલરને હાઇવે પર મૂકી દીધી હતી અને ભાગી ગયો હતો.

યુવતીનો જીવ લીધા બાદ આરોપી કલ્પેશ ઘરે જઈને આરામથી સુઈ ગયો હતો. અને કલ્પેશને જોતા એવું દેખાઈ રહ્યું છે કે યુવતીના જીવ લેવાનો તેને કોઈ પણ પ્રકારનો પસ્તાવો નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને ગુજરાતની જનતા આરોપી કલ્પેશને કડકમાં કડક સજા મળે તે માટે માંગ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી તૃષાના કેસમાં થયો મોટો ખુલાસો : તૃષાનો જીવ લેવાનો પ્લાન કલ્પેશે છેલ્લા એક મહિનાથી બનાવી રહ્યો હતો, આખરે તેને દીકરીનો જીવ…"

Leave a comment

Your email address will not be published.


*