સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા 19 વર્ષના પ્રેમલે નામનો યુવક ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ CRYPTOમાં રોકાણનો વ્યવસાય શરૂ કર્યો હતો અને મિત્રો પાસેથી રૂપિયા 60 લાખ રૂપિયા લીધા હતા અને તેનો 30 % નફો પણ ચૂકવી દીધો હતો. પછીથી તેને નુકસાની થતા મિત્રો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. પઠાણી ઉઘરાણીના સતત ત્રાસથી પ્રેમલ ખૂબ જ કંટાળી ગયો હતો. જેથી તેને સુસાઇડ નોટ લખીને ફીનાઇલ પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસ દ્વારા પ્રેમલના મિત્રો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટનાના મુખ્ય આરોપી હર્ષ મનોજભાઈ નારોલા અવારનવાર પ્રેમલને સતત માનસિક ત્રાસ આપતો હતો એટલું જ નહીં પરંતુ પ્રેમલના ઘરે જઈને તેને ધમકાવતો પણ હતો. હર્ષના પિતા મનોજભાઈના વિરુદ્ધમાં પણ પહેલા FIR નોંધાય છે. મળતી માહિતી અનુસાર હર્ષના પિતા મનોજભાઈ નારોલા વિરુદ્ધ સ્ટેમ્પ કૌભાંડ, ભાડાના મકાન પર લોનનું કૌભાંડ, એક ફલેટ પર વિવિધ બેંકના લોનના કૌભાંડ અને એક લક્ઝરી કાર કૌભાંડ અંગે ફરિયાદ થાય છે. બાપાની હરકતો જોઈને હવે દીકરો પણ ઉંધા રવાડે ચડ્યો છે.
સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મૂળ અમરેલીના વતની અને સુરતના કતારગામમાં રહેતા 19 વર્ષીય પ્રેમલ રાકેશભાઈ ભૂત ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ CRYPTO કરન્સીનું બોર્ડ ટ્રેન્ડિંગ વેબસાઈટમાં ટ્રેડિંગ કરવાનું શરૂ કર્યું હતું. પ્રેમલે શરૂઆતનો વેપાર તેના પિતા પાસેથી પૈસા લઈને કર્યો હતો. આ ધંધામાં પ્રેમલને સારો એવો નફો મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર ત્યાર પછી તેણે એક વર્ષ પહેલા પોતાના મિત્ર હરસિદ્ધ અણઘણ સાથે વેસુ ડીએમડી પેસિફિક ઓફિસ નંબર F/12 માં ઓફિસ શરૂ કરી હર્ષિત અને બીજા મિત્રો મળી કુલ 11 મિત્રો પાસેથી રૂપિયા 60 લાખ રૂપિયા લીધા હતા. પ્રેમલ દ્વારા તેમના 30% ના વ્યાજ સાથે નફો પણ ચૂકવવામાં આવતો હતો. ત્યારબાદ નુકસાની થતા પ્રેમલ પૈસા ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેથી તેના મિત્રોએ પ્રેમલ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
View this post on Instagram
મિત્રોએ મળીને પ્રેમલને ખૂબ જ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પ્રેમલની ગેરહાજરીમાં હર્ષ નારોલ, કૌશિક કાકડીયા અને અમિત અનેજા જેના ઘરે જાતા અને તેના માતા પૈસા પાસે પૈસાની માંગણી કરીને ધમકાવતા હતા. મળતી માહિતી અનુસાર એક મહિના પહેલા પ્રેમલ દ્વારા પોતાની કાર વેચીને કૌશિકને 3 લાખ રૂપિયા અને હર્ષને 1 લાખ ચૂકવવામાં આવ્યા હતા. તેમ છતાં પણ આ તમામ લોકો પ્રેમલને સતત ટોર્ચર કરતાં હતા. દિવાળી સુધી પૈસા ચૂકવવાની ધમકીઓ પણ આપી હતી.
મિત્રો આ બધાથી કંટાળીને મંગળવારના રોજ સવારે પ્રેમલે એક ડાયરીમાં અંગ્રેજી ભાષામાં સુસાઇડ નોટ લખીને રસોડામાં જઈને ફિનાઈલની બોટલ લઈને પોતાના રૂમમાં આવ્યો હતો. ત્યારબાદ ફિનાઈલ પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ થતા પ્રેમલની માતા તેને સારવાર માટે અમરોલી સ્થિત પ્રાણનાથ હોસ્પિટલ લઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસ દ્વારા પ્રેમલની ફરિયાદના આધારે 11 મિત્રો વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. હાલમાં આ તમામ આરોપીઓ ફરાર છે.
સમગ્ર ઘટનામાં હર્ષ મનોજભાઇ નારોલા (રહે.સાંઈ હેવન, આંબાતલાવડી, કતારગામ, સુરત), કૌશીક કાળુભાઇ કાકડીયા (રહે.સંડે હબની પાછળ, કતારગામ, સુરત), રાજ ખેની, હર્ષીત અણઘણ (રહે.કોઝવે પાસે, સુરત), ગૌરવ મોરડીયા, અમીત અનેજા (રહે.તાજ હોટલની સામે, અઠવાલાઇન્સ, સુરત), ભૌતીક મકવાણા (રહે.કોઝવે પાસે, સુરત), આકાશ અગ્રવાલ, રોનીત રાંદેરીયા (રહે.સીટીલાઇટ, સુરત), જય ગલચર (રહે.ડભોલી, સુરત) અને મીત પટેલ (રહે.પટેલ નગર, ભવાની સર્કલ, વરાછા, સુરત) આરોપીઓ છે. આ સિવાય અન્ય બે ઈસમો પણ સામેલ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment