જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહેલા પરિવારને ડમ્પરે કચડી નાખ્યા, માતા-પિતા અને દીકરીનું કરુણ મૃત્યુ… એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

Published on: 6:33 pm, Sun, 16 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર રોંગ સાઈડમાં આવતા ડમ્ફર ચાલકે કારમાં સવાર પરિવારને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર માતા-પિતા અને દીકરીનું મૃત્યુ નીપજ્યું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના ઝાંસીમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, મોહરસિંહ નામના વ્યક્તિ PWD માં સેક્શન એકાઉન્ટન્ટ તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો દીકરો ડોક્ટર કૌશલ એક હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે.

શનિવારના રોજ ડોક્ટર કૌશલની દીકરી શુભીનો જન્મદિવસ હતો. તેથી મોહરસિંહ પોતાની પત્ની માલતી દેવી, દીકરી અનિતા, જમાઈ સુનિલ અને ત્રણ વર્ષના પૌત્ર વેદાંશ સાથે ઓરાઈ ગયા હતા. આ દરમિયાન કાર જગદીશ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. જન્મદિવસની પાર્ટીમાંથી પરત આવી રહ્યા હતા.

ત્યારે રસ્તામાં રોંગ સાઈડમાં આવતાં ડમ્પરે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર મોહરસિંહ, તેમની પત્ની માલતી દેવી અને દીકરી અનિતનું મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા મોહરસિંહના દિકરા કૌશલે જણાવ્યું કે, જન્મદિવસની પાર્ટી શનિવારના રોજ મોડી રાત સુધી ચાલી હતી.

તેથી મારા માતા પિતા, બહેન અને જમાઈ અને મારો ભાણો કારમાં ઝાંસી જવા માટે ભરત ફર્યા હતા. ત્યારે રસ્તામાં પોણા અગિયાર વાગ્યાની આસપાસ રોંગ સાઈડમાં આવતા ડમ્પરે તેમની કારની જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટનામાં અનિતાનો પતિ, ત્રણ વર્ષની દીકરી અને ડ્રાઇવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે મોહરસિહ, તેમની પત્ની અને તેમની દીકરીનું કરુણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહેલા પરિવારને ડમ્પરે કચડી નાખ્યા, માતા-પિતા અને દીકરીનું કરુણ મૃત્યુ… એક સાથે 3 અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*