દેશી જુગાડ…! વરસાદથી બચવા માટે આ વ્યક્તિએ સાયકલ સાથે કરી નાખ્યો એવો જબરદસ્ત જુગાડ કે – વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કરશે…

Published on: 3:40 pm, Thu, 7 July 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને તમે ખડખડાટ હસી પડતા હશો અથવા તો ઘણા વીડિયો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતા હશો. જ્યારે કોઈ પણ દેશી જુગાડનું નામ આવે ત્યારે ભારતનું નામ પહેલું હોય છે.

ભારતના લોકો પોતાનું કામ સરળ બનાવવા માટે દેશી જુગાડનો ઉપયોગ કરતા હોય છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ કરેલા અનોખા દેશી જુગાડના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વરસાદથી બચવા માટે સાયકલ સાથે જબરદસ્ત જુગાડ કરે છે.

હાલમાં આ વ્યક્તિનો જુગાડીનો વિડીયો સોશિયલ મળ્યામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ સાયકલ લઈને જતો દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિની સાયકલ કંઈક અનોખી છે. હાલમાં વરસાદની સીઝન ચાલી રહી છે.

તેથી આ વ્યક્તિએ વરસાદથી બચવા માટે પોતાની સાઇકલ ઉપર તાડપત્રી બાંધી છે. આ વ્યક્તિએ સાયકલ ઉપર તંબુ જેવું બનાવ્યું છે અને તેની નીચે તે આરામથી સવાર થઈને સાયકલ ચલાવતો જોવા મળી રહ્યો છે. વરસાદથી બચવા માટે આ વ્યક્તિએ સાયકલ સાથે આ દેશી જુગાડ કર્યો છે.

આ વ્યક્તિનો દેશી જુગાડ જોઈને ભલભલા લોકો ચોકી ગયા છે અને ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ajaypalmasih9 નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Avreen Dhillon (@ajaypalmasih9)

6 લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તો આ વ્યક્તિના દેશી જુગાડના વખાણ કરી રહ્યા છે. ઘણા લોકો તો વીડિયો જોઈને આ વ્યક્તિના દેશી જુગાડેની વાહ વાહ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો