નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના કેસો ને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે.તેઓએ કહ્યુ છે કે પાંચ દિવસ માં કેસો માં વધારો થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાત ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે.
અત્યારે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને નિષ્ણાતો નું માનવું છે કે હજુ પણ બે પાંચ દિવસ કોરોના સંક્રમણ માં વધારો થશે.કોરોના સંક્રમણ ને કાબુ માં લાવવા સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે.
પહેલી એપ્રિલ થી રાજ્યમાં 45 વર્ષથી ઉપરના તમામ નાગરિકો ને સરકારી હોસ્પીટલમાં વિનામૂલ્યે રસી આપવામાં આવશે.નોંધનીય છે કે.
રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ ના કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાક માં 2270 નવા કેસ નોંધાયા હતા.
જયારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણ થી મુત્યું થયા હતા.ગઈકાલે રાજ્યમાં 1605 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 45,66,141 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,222 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં આજરોજ ફૂલ 1,36,737 લોકોને રસી આપવામાં આવી છે અને આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,26,396 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment