ગુજરાત રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારીઓમાં વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મા વાત્સલ્ય યોજનાનો અમલ કરવામાં આવ્યો હતો.પરંતુ રાજ્ય સરકારની મા વાત્સલ્ય યોજના અને ભારત સરકારની આયુષ્માન ભારત યોજના સાથે મર્જ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.કોઈપણ વ્યક્તિ પાસે ત્રણ માંથી એક કાર્ડ હશે તો તેને પાંચ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળી રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ યુ.એન. મેહતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નૂતન સુવિધાઓના લોકાપર્ણ પ્રસંગે આ જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ મીડિયાને સંબોધતાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મા વાત્સલ્ય યોજના માં 5 લાખ સુધીની સારવાર ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વિનામૂલ્યે આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને મા વાત્સલ્ય યોજના અને મા યોજના બંને યોજના ભારત સરકારને આયુષ્માન યોજના સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતે તેનું કોમ્પ્યુટરાઈઝેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
જેનાકારણે ગુજરાતના ચાર કરોડ જેટલા નાગરિકો યોજના હેઠળ આવી ચૂક્યા છે.આમાંથી કોઈપણ એક કાર્ડના આધારે 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવી શકાશે.
ત્રણેયકાર્ડ એક થયા હોવાને કારણે તમામ યોજનાનું સારવારનું પેકેજ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment