કોંગ્રેસના પાયાના કાર્યકરો ને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે…

199

ગુજરાત રાજ્યમાં આઠ બેઠકોની વિધાનસભાની પેટા ચૂંટણી થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના કાર્યકર્તા ઉમેદવાર અને ભવ્ય વિજય અપાવવા ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના પ્રદેશ ના આગેવાનો દ્વારા જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે.વિધાનસભાની પેટાચૂંટણીના ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મોરબી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા ના સમર્થનમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોક સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ જાહેરસભાને સંબોધન કર્યો હતો.મનસુખ માંડવિયાએ જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે,આવનારી વિધાનસભા પેટાચૂંટણીમાં મોરબીના ભાજપના ઉમેદવાર સહિત અન્ય બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. ભાજપ પાસે સબળ, નિર્ણાયક, સંવેદનશીલ નેતૃત્વ, યોગ્ય નીતિ અને જનસેવા નિયત છે. જયારે કોંગ્રેસમાં ન કોઈ નેતા છે, ન કોઈ નીતિ છે, ન કોઈ નિયત છે.

ફક્ત ને ફક્ત વોટ બેન્ક નું રાજકારણ કરવું એજ કોંગ્રેસ નું કામ છે. મનસુખ માંડવ વધારેમાં જણાવ્યું કે આ વખતે કોંગ્રેસ પોતાની હારી ભાળી ગઈ છે, આંતરિક જૂથવાદને કારણે કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના દિશાહીન નેતૃત્વને કારણે તેના પાયાના કાર્યકરો નિરાશ થઇને કોંગ્રેસ છોડી રહ્યા છે.

ચૂંટણી સમયે ખોટા આરોપ લગાવીને મતદારોને ગેરમાર્ગે દોરવા નું કાવ્ય કોંગ્રેસ વર્ષોથી કરી રહ્યું છે. પરંતુ ગુજરાતની જનતા સત્ય જાણે છે એટલે કોંગ્રેસને ક્યારેય તેની ખોટી નીતિમાં કામયાબ કરવા દેશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!