ભારતમાં આગામી 16 જાન્યુઆરી 2021 થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશન ના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે અમે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી ફન્ટ લાઇન વોરિયર્સને વેક્સિનેશન ન થાય.
ત્યાં સુધી કોઈ મંત્રી, ધારાસભ્ય કે સંસદ સભ્ય કે નેતાઓએ વ્યક્તિ માટે રાહ જોવી પડશે.પ્રથમ તબક્કામાં રાજનેતાઓને એક્શન અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહત્વનું જાહેરાત કરી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે.
પ્રથમ તબક્કામાં માત્ર કોરોના વોરિયર્સ ને જ વેક્સિન આપવામાં આવશે. રાજકારણી નેતાઓને આ વેક્સિનને અત્યારે આપવામાં આવશે નહીં.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વધારેમાં જણાવ્યું કે હાલમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ચર્ચા થાય છે.
ત્રણ કરોડ કોરોના વોરિયર્સ ને ખર્ચ ભારત સરકાર આપશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ફન્ટલાઇન વોરિયર્સ નો બોજો રાજ્ય સરકાર પર નહીં પડે.નીતિન પટેલે કહ્યું કે પ્રથમ તબક્કાનું 50 ટકા કામ પૂર્ણ થાય ત્યારે પ્રધાનમંત્રી ફરી.
રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.આવતીકાલ સુધીમાં વેક્સિન આવશે તેવી શક્યતા છે અને પ્રથમ ડોઝ બાદ 29 માં દિવસે બીજો ડોઝ અપાશે.45 દિવસ બાદ વેક્સિનની અસર જોવા મળશે અને તેનામાં એન્ટીબોડી ડેવલપ થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment