સમગ્ર ગુજરાતને હચમચાવી નાખે તેવી ઘટના સુરતમાં સરથાણા વિસ્તારમાં કલાસીસ માં ભીષણ આગ લાગવાથી નિર્દોષ 22 બાળકો ના મોત નિપજયા હતા. તત્કાલીન મ્યુનિ. કમિશનર વિજય નેહરાના આદેશથી શહેરના ટ્યુશન ક્લાસીસ અને સ્કૂલની ફાયર સેફ્ટી ને તત્કાળ ચકાસણી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી બાદ શાળા અને ટ્યુશન ક્લાસીસ ને એનઓસીના આધારે તંત્ર દ્વારા શરૂ કરવાની લીલીઝંડી આપી હતી.કોરોના મહામારી ના કારણે દસ મહિનાથી બંધ પડેલી શાળા કોલેજ નો ધમધમાટ આજથી શરૂ થયો છે તે સંજોગોમાં ફાયરસેફ્ટીના મામલે.
બાળકોના જીવન સામે જોખમ ઊભું થયું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.આજથી અમદાવાદ શહેરની શાળા કોલેજો ચાલુ કરવામાં આવી છે અને કોરોના નો સંક્રમણ જો આ શૈક્ષણિક કાર્ય દરમિયાન ન ઉપજ્યો તો આગામી મહિનાથી ધો 9 અને 11 માટે શાળાઓ ખોલવામા આવી શકે છે.
રાજ્ય પ્રધાન મંડળના વિવિધ પ્રધાનોને શાળામાં આવતા તમામ બાળકોનો ઉત્સાહ વધારવા ની જવાબદારી સોંપવામાં આવી છે.આકસ્મિક રીતે શાળા-કોલેજોના આગ ફાટી નીકળવાના જેવી દુર્ઘટનાનું જોખમ પણ શાળા-કોલેજ ઉપર તોળાઈ રહ્યું છે.
સુરતના તક્ષશિલા અગ્નિ કાંડ બાદ શહેરની 1600 જેટલી નાની મોટી સ્કૂલો અને 4200 જેટલા ટ્યુશન ક્લાસીસ મ્યુનિસિપલ તંત્ર ની બીક થી જેતે સમયે ફાયરસેફ્ટી ની એનોસી મેળવી લીધી હતી પરંતુ હાલની સ્થિતિએ મોટાભાગના શાળા સંચાલકોએ આ એનોસી ને રીન્યુ કરવાની તસદી લીધી નથી.
બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો પરિપત્ર કરાયો છે. જોકે જેતે શાળા ને લગતો ફાયરસેફ્ટી નો અભિપ્રાય મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ પાસેથી લેવાયો નથી.
શાળામાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરતા પહેલા તેને ચાલુ કરવી હિતાવહ છે.કે નહીં તેવું અભિપ્રાય મહિપાલ ફાયર બિગ્રેડ પાસેથી મેળવ્યો ન હોય ત્યારે તંત્ર પણ હાલની સ્થિતિ આકસ્મિક આગ જેવી ઘટના સામે શાળા સંચાલક કેટલી હદે સક્ષમ છે તેનાથી વાકેફ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!