ઉતરાયણ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો ઉતરાયણ ઉજવાશે કે નહિ?

232

ગુજરાત રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે અને તાપમાન માં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ઉત્તરાયણના તહેવાર વખતે પવન કેવો રહેશે તેને લઈને હવામાન વિભાગના ડેપ્યુ ડાયરેકટર મનોરમા મોહંતીએ કેટલીક ખાસ વિગતો જણાવી છે તો ચાલો આપણે આગળ જાણીએ.

હવામાન વિભાગના ડેપ્યુ ડાયરેકટર મનોરમા મોહંટીએ રાજ્યના હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અને નલિયામાં તાપમાનનો પારો ગગડશે અને આવનારા.

દિવસોમાં કચ્છ જિલ્લામાં કોલ્ડવેવ પણ સંભાવના છે. દરિયાઇ વિસ્તારો કરતા ઉત્તરી વિસ્તારોમાં ઠાર પડવાની સંભાવના છે.હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અપર એર સર્ક્યુલેશનને કારણે તાપમાન વધ્યો હતો.

ભારે વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતો પરિણામે તાપમાનનો પારો ઉચો થયો હતો. ભેજનું પ્રમાણ વધતાં ઠંડી ઓછી થઈ હતી.ઉતરાયણ ને લઈને હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે.

ઉત્તરાયણના તહેવારો પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. ઉતરાયણ વખતે પવન જોરથી નહીં ફૂકાય પરંતુ ઠાર પડશે જેના લીધે ઠંડીનું પ્રમાણ વધશે.રાજ્યમાં ઉતરાયણ લોકો સારી રીતે મનાવી શકે તેની પૂરી સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!