ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં તા વરસાદને એવા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પાછો ખેંચાતા પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.
ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે પાણી છોડવાની આજીજી કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે પાણી છોડવા અંગે મોટા નિર્ણયો કર્યા છે.
અનેક વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોનો પાક પાણી વગર સુકાઇ રહ્યો છે ત્યારે કોરોના કાળ બાદ ખેડૂતોની માઠી દશા જોતા સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત પાણીના અછત નો સામનો કરી રહેલા મધ્યપ્રદેશના ખેડૂતો માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરાત કરી છે. તેમજ નર્મદા ડેમમાંથી ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઉપરાંત મધ્યપ્રદેશના ખેડા આણંદ અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે. આ ઉપરાંત નર્મદા ડેમમાં પાણીનો જથ્થો મર્યાદિત હોવા છતાં પણ ખેડૂતો માટે 3 હજાર ક્યુસેક લિટર પાણી ખેડૂતોને આપશે જેનાથી 1 લાખ 60 હેક્ટર માં આવેલા પાકોને સરકારની આ જાહેરાત નો ફાયદો મળશે.
આ ઉપરાંત ખેડા, આણંદ અને અમદાવાદના ખેડૂતોને આ જાહેરાતના પાણીનો લાભ મળશે. ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં સરકાર દ્વારા પાણી છોડવાની વિચારણા કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment