દેવું બની ગયું પરિવારના મોતનું કારણ..! પરિવારના 6 સભ્યોએ એક સાથે સામૂહિક સુસાઈડ કરી લીધું…ઘટના સાંભળીને રડી પડશો…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સામૂહિક સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને સામુહિક સુસાઇડ કર્યું છે. આ ઘટના સાંભળીને ભલભલા લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી દીધું છે.

ઘટના સાંભળીને કોઈ સરળતાથી વિશ્વાસ પણ નથી કરતું. દેવું વધી જતા પરિવારના સભ્યોએ એક સાથે મજબૂરીમાં આ પગલું ભર્યું હતું હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા કેદાર લાલ ગુપ્તાની દુકાન પર બે વર્ષ પહેલા કામ કરી રહેલા સંતોષ કુમાર નામના એક વ્યક્તિએ જણાવ્યું કે તે ઘણા સારા લોકો હતા.

તેને જણાવ્યું કે કામ કરતી વખતે ઘણી વખત કેદાર લાલ ગુપ્તા તેને ઠપકો આપતા હતા. પરંતુ થોડાક સમય બાદ તેઓ પોતાનો સ્વભાવ બદલી નાખતા અને પ્રેમથી વાત કરતા હતા. આ ઘટના બન્યા બાદ આસપાસ રહેતા લોકોને પણ આ ઘટનાઓ પર વિશ્વાસ આવતો નથી.

મળતી માહિતી અનુસાર કેદાર લાલ ગુપ્તાએ પોતાની પત્ની, ત્રણ દીકરીઓ અને એક દીકરા સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં પરિવારના બધા સભ્યોના મોત થયા છે. આ ઘટના બનતા જે ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા કેદાર લાલના મોટાભાઈ એ જણાવ્યું કે, તેમને આ ઘટનાની જાણ ભત્રીજા અમિત પાસેથી થઈ હતી. હું મારા દુઃખનું વર્ણન કરી શકું તેમ નથી. દેવુ મારા ભાઈનો જીવનનો એક ભાગ બની ગયું હતું. લોન લઈને તે જીવન જીવવા મજબૂર હતો.

નાનાભાઈ કેદારે તેના પરિવારની સંભાળ રાખવા માટે ઘણા બધા સંઘર્ષો કર્યા હતા. મળતી માહિતી અનુસાર આ પગલું ભરતા પહેલા પરિવારના લોકોએ બે પેજની સુસાઇડ નોટ પણ લખી હતી. સુસાઇડ નોટ વાંચીને પરિવારના લોકો રડી પડ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*