લખતરમાં અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડતા 33 વર્ષની મહિલાનું દુઃખદ નિધન… પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે લખતરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. અહીં એક 33 વર્ષની મહિલાને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો અને પછી તેનું મોત થઈ ગયું હતું.

હાલમાં તો મહિલાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહે છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ રેખાબેન મેહુલભાઈ હતું. 33 વર્ષના રેખાબેનને અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો.

એટલે પરિવારના સભ્યો રેખાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન રેખાબેન એ પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. રેખાબેનના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

રેખાબેનનું મોત કયા કારણોસર થયું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતુ એવી આશંકા છે કે એમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે. ગઈકાલે એટલે કે શુક્રવારના રોજ અમરેલીમાં પણ એક હાર્ટ એટેક ની ઘટના બની હતી.

આ ઘટનામાં ધોરણ નવમાં અભ્યાસ કરતી માત્ર 14 વર્ષની દીકરીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દીકરી શાળાના પરીક્ષા ખંડમાં અચાનક જ બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. અને પછી તેનું મોત થઈ ગયું હતું

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*