એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ : ડમ્પર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત – માતા,પુત્ર અને પુત્રીનું કરૂણ મૃત્યુ…

Published on: 5:53 pm, Mon, 21 February 22

પાટણમાં બનેલ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોને પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર પાટણના વાગડોદ નજીક બાઇક અને ડમ્પર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.

આ ઉપરાંત એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આમ અકસ્માતમાં એક જ પરિવારના માતા, પુત્ર અને પુત્રીનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર બાઇકચાલક પુત્રનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર માતા, પુત્ર અને પુત્રી બાઈક પર ડીસા તાલુકાના સામઢી ગામે હવન પ્રસંગે જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર માતા કમળાબેન જોમાભાઈ રબારી, પુત્ર આશિષ જોમાભાઈ રબારી અને પુત્રી સુસ્મિતા જોમાભાઈ રબારીનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું છે. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ તેઓએ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ અકસ્માતની ઘટનામાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે પુત્રનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.

અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો સરસ્વતી તાલુકાના રેચવી ગામના રહેવાસી હતા. રેતી ભરેલું ડમ્પર અને તેમની વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવાર અને ગામના લોકોમાં શોખ નું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક જ પરિવારના 3 સભ્યોના મૃત્યુ : ડમ્પર અને બાઈક વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત – માતા,પુત્ર અને પુત્રીનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*