હાલમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના રાજસ્થાનના અલવર થી સામે આવી છે. શનિવારના રોજ માત્ર 28 વર્ષની અનુરાધા નામની યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ અનુરાધા એક ટેલિકોમ કંપનીમાં 10000 રૂપિયાની નોકરી કરતી હતી.
મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી કમરનો દુખાવો હોવાના કારણે અનુરાધા કામ પર જઈ શકતી ન હતી. અનુરાધાની ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. ઘરમાં માત્ર અનુરાધા એક જ કમાવનાર હતી. મળતી માહિતી મુજબ અનુરાધા થોડાક દિવસ પહેલા જયપુર થી અલવર આવીને પોતાના ઘરે રહેતી હતી.
ત્યારે શનિવારના રોજ અચાનક અનુરાધાને છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેથી પરિવારજનો તેને જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે અનુરાધાને મૃત જાહેર કરી હતી. અનુરાધાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
આખું ઘર જેના પર ચાલતુને દીકરીનું મૃત્યુ થતાં પરિવાર આર્થિક રીતે પણ ભાંગી પડયું હતું. દીકરી અનુરાધાના મૃત્યુ બાદ પરિવારની પરિસ્થિતિ ખૂબ જ નબળી થઇ ગઇ હતી. પરિવાર પાસે દીકરી અનુરાધાના અંતિમ સંસ્કાર કરવાના પણ પૈસા ન હતા.
આ વાતની ખબર પડતા જ સમાજના લોકો આગળ આવ્યા હતા અને તમામ લોકોએ ફાળો એકઠો કરીને અનુરાધાના અંતિમ સંસ્કાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર અનુરાધાનો ભાઈ મેન્ટલી વીક છે. આખા પરિવારની જવાબદારી અનુરાધા પર હતી.
છ વર્ષ પહેલા અનુરાધા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. ત્યારબાદ તે નાની-મોટી નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા છ મહિનાથી અનુરાધા બેરોજગાર બની ગઈ હતી. અનુરાધા ના પિતા એક મેડિકલ સ્ટોર માં 5,000 રૂપિયાની નોકરી કરતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment