અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ઓરૈયમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક યુવક અને યુવતીની કરૂણ મૃત્યુ થયું છે.
યુવક અને યુવતીના લગ્ન 10 ડિસેમ્બરના રોજ થવાના હતા તેઓ લગ્નની ખરીદી કરવા માટે કાનપુર ગયા હતા. લગ્નની ખરીદી કરીને તેઓ ઘર તરફ વળી રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા એક વાહન ચાલકે તેમની સ્કૂટીને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં બંનેના કરૂણ મૃત્યુ થયા હતા.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ સચિન શ્રીવાસ્તવ હતું. અને યુવતીનું નામ સોની હતું. બંને એક જ મહોલ્લામાં રહેતા હતા. મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી બને લાંબા સમયથી પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા.
લગ્ન માટે બંનેએ પોતાના પરિવારને ખૂબ જ સમજાવવા પડ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક સચિન શ્રીવાસ્તવ સીબીઆઇ માં કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો. બંનેની સગાઇ થોડાક સમય પહેલાં જ થઈ ગઈ હતી. બંનેના પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા.
પરંતુ અકસ્માતની ઘટના બનતા જ બંનેના પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને સંબંધીઓને સોંપવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ કરવાનું શરૂ કરી દીધું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment