લગ્નના 3 મહિના બાદ મૃત્યુ : સુરતના ખજોદ ડિસપોઝલ સાઈડ પર JCBનું ટાયર ફાટતા સફાઈ કર્મચારીનું કરૂણ મૃત્યુ, પરિવારજનોના આક્ષેપ છે કે…

સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ખજોદ વિસ્તારમાં આવેલી ડિસપોઝલ સાઈડ પર JCBનું ટાયર ફાટતા નગર પાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત થયેલા યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનોના લગ્ન 3 મહિના પહેલા જ થયા હતા.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ શૈલેષ સોનવાડીયા હતું. શૈલેષના પરિવારજનોનો આક્ષેપ છે કે, સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત થયા હોવા છતાં પણ એ વાહનના પંચર અને રીપેરીંગ કામ કરવા આવતો હતો.

પાલિકાની લાપરવાહીના કારણે શૈલેષ નું મૃત્યુ થયું છે તેવું તેના પરિવારજનોનું કહેવું છે. 2017માં શૈલેષ પાલિકામાં કાયમી સફાઈ કર્મચારી તરીકે નિયુક્ત થયો હતો. મળતી માહિતી અનુસાર JCBનું અચાનક ટાયર ફાટતા શૈલેષ નું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

શૈલેષ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પરિવારના લોકો સિવિલ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર શૈલેષ ની નિમણૂક સફાઈ કામદાર તરીકે થઇ હતી. પરંતુ તેની પાસે અન્ય વિભાગના કામ કરાવવામાં આવતા હતા.

પાલિકાની બેદરકારીને કારણે મારા ભાઈનો જીવ ગયો છે, તેવા શૈલેષની બહેનના આક્ષેપ છે. પરિવારજનોનું કહેવું છે કે આ ઘટના પાછળ જવાબદાર સામે યોગ્ય પગલાં લેવા અને અમને ન્યાય અપાવો. લગ્નના ત્રણ મહિના બાદ શૈલેષનું કરૂણ મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*