બાઈક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 6 વર્ષના દીકરાના પિતાનું મૃત્યુ…

Published on: 3:19 pm, Wed, 4 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ઝાલાવાડમાં કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

તમામ લોકોએ ભેગા મળીને ઇજાગ્રસ્ત થયેલા બાઇકચાલકને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા યુવકના ભાયે કાર ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સમગ્ર મામલાને લઇને તપાસ કરી રહી છે. આ અકસ્માતની ઘટના 2 મેના રોજ બની હતી. અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય રામેશ્વર સિંહ ચૌહાણ નામના યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર રામેશ્વર સિંહ બાઈક પર બજારે ગયો હતો.

જ્યારે તે બજારેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક કાર ચાલકે રામેશ્વર સિંહને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં રામેશ્વર સિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર વધુ સારવાર માટે રામેશ્વર સિંહને કોટાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

ત્યાં સારવાર દરમિયાન 3 મેના રોજ રામેશ્વર સિંહનું ખાનગી હોસ્પિટલમાં કરુણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા રામેશ્વર સિંહ એક 6 વર્ષનો પુત્ર છે. રામેશ્વર સિંહના મૃત્યુના કારણે 6 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રામેશ્વર સિંહના મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રામેશ્વર સિંહના મોટાભાઈ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાઈક અને કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 6 વર્ષના દીકરાના પિતાનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*