આજના જમાનામાં દરરોજ સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેના વિશે સાંભળીને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલો તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં બે બાળકોની માતા પોતાના પતિના મોટાભાઈ એટલે કે જેઠ સાથે ભાગી ગઈ છે.
પોતાના નાનાભાઈની પત્ની સાથે ભાગનાર જેઠ પણ 4 બાળકોનો પિતા છે. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાનો પતિ હવે પોલીસ સ્ટેશનમાં તેની પત્નીને પરત લાવવા માટે આજીજી કરી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના બિહારના મુંગેરમાંથી સામે આવી રહી છે. અહીં અસારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મકવા ગામમાં નર્મદા દેવી નામની એક મહિલા રહે છે.
નર્મદા દેવી તેના પડોશમાં રહેતા પોતાના જેઠ કૈલાશ સાહ સાથે ભાગી ગઈ છે. નર્મદા દેવી પોતાના બે બાળકોને પણ સાથે લઈ ગઈ છે. આ ઘટના બનતા હજુ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર ત્રિપુરારી શાહ નામના વ્યક્તિના લગ્ન 2007માં નર્મદા દેવી નામની મહિલા સાથે થયા હતા. ત્રિપુરારી શાહ હાલમાં મુંબઈમાં રહે છે અને અહીં મજૂરી કામ કરીને તે પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે.
ત્રિપુરારી શાહની પત્ની અને બાળકો ગામડે રહે છે. ગામમાં ત્રિપુરારી શાહનો મોટો ભાઈ કૈલાશ શાહ તેની પડોશમાં રહે છે. મળતી માહિતી અનુસાર નર્મદા દેવી અને કૈલાશ શાહને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ધીરે ધીરે બંનેનો પ્રેમ ખૂબ જ વધવા લાગ્યો હતો. બંને કલાકો સુધી એકબીજા સાથે ફોનમાં વાત કરવા લાગ્યા હતા.
ત્રિપુરારી સાહને આ વાતની જાણ થતા ભારે માથાકૂટ પણ થઈ હતી. લગભગ છ દિવસ પહેલા એટલે કે 22 જાન્યુઆરીના રોજ ત્રિપુરારી શાહની પત્ની નર્મદા દેવી અને તેનો મોટો ભાઈ કૈલાશ શાહ બંને ભાગી ગયા હતા. નર્મદા દેવી પોતાના બંને બાળકોને પણ સાથે લઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ લગ્નમાં મળેલા ઘરેણા પણ ઘરેથી ગાય પથાઈ ગયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ નર્મદા દેવીના પતિએ શુક્રવારના રોજ પોલીસ સ્ટેશનમાં કૈલાશા સહિત ચાર લોકો સામે લેખિતમાં અરજી આપી છે. પતિ નો આરોપ છે કે લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મારી પત્ની બાજુમાં રહેતા કૈલાશ સાહ સાથે ફોન પર વાત કરતી હતી. જેને લઈને ઘરમાં ઘણી વખત માથાકૂટ પણ થતી હતી.
પતિનું કહેવું છે કે તેની પત્ની ભાગી ગઈ તે પહેલા ઘરમાં રાખેલા સોનાના ઘરેણા અને પૈસા પોતાની સાથે લઈ ગઈ હતી. એટલું જ નહીં પરંતુ તે પોતાની સાથે ચોખા, દાળ, ઘઉં અને કપડાં પણ લઈ ગઈ હતી. 23 જાન્યુઆરીના રોજ તેને આ વાતની જાણ થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment