રસ્તા પર શાંતિથી ચાલીને જતા કાકા સાથે, આખલાએ કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ વિડિયો જોજો…

Published on: 12:27 pm, Sat, 28 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અત્યાર સુધીમાં ઘણા બધા હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. ઘણા એવા લોકો પણ છે જેઓ રખડતા ઢોરના કારણે ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જેમાં રસ્તા પર શાંતિથી ચાલીને જતા કાકાને એક આખલો અડફેટેમાં લે છે. આ ઘટનામાં વૃદ્ધ કાકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બિલાસપુરના રધુનાથપુરામાં બની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે AIIMS મોકલવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત રખડતા ઢોરનો ત્રાસ વધવાના કારણે લોકો હવે પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. જે જગ્યા પર આ ઘટના બની ત્યાં છેલ્લા થોડાક સમયથી રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે.

જેથી સ્થાનિક લોકોને પોતાના બાળકોને શાળાએ મોકલવામાં અને કોઈ કામ માટે બજારમાં જવામાં ભારે સંકટનો સામનો કરવો પડે છે. લોકો ડરી ડરી ને પોતાની ઘરની બહાર નીકળી રહ્યા છે. સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ માંગ કરી છે કે આ રખડતા આખલાને ગૌશાળામાં મોકલવામાં આવે.

આ ઘટના 21 જાન્યુઆરીના રોજ બની હતી. પરંતુ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર 63 વર્ષીય ક્રિષ્ના સિંહ ચૌહાણ નામના સ્થાનિક રહેવાસી દુકાન પરથી ઘરે જઈ રહ્યા હતા.

આ દરમિયાન અચાનક જ એક બળદે તેમને અડફેટેમાં લીધા હતા. બળદે તેમને હવામાં ઉછાળીને જમીન પર પછાડ્યા હતા. આ કારણોસર તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં એક દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા પર શાંતિથી ચાલીને જતા કાકા સાથે, આખલાએ કંઈક એવું કર્યું કે… હિમ્મત હોય તો જ વિડિયો જોજો…"

Leave a comment

Your email address will not be published.


*