સુરેન્દ્રનગર પથકમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં કંઈક એવી ઘટના બની છે કે સાંભળીને તમારા પણ રૂંવાડા બેઠા થઈ જશે. પ્રાથમિક તપાસ અનુસાર અહીં એક 18 મહિનાની બાળકીનું નિધન થયા બાદ તેના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યું હતું. આ દફના વેલા મૃતદેહને કોઈ નરાધમ યુવકે બહાર કાઢ્યું હતું અને ત્યારબાદ તેની સાથે ન કરવાની હરકત કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નરાધમે બાળકીના મૃતદેહને હવસનો શિકાર બનાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો થાનગઢની દોઢ વર્ષની બાળકીના જન્મથી જ તેના હૃદયમાં કાણું હતું. આ કારણોસર બાળકીને 25 ફેબ્રુઆરીના રોજ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.
અહીં માસુમ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. તેનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ પરિવારના લોકોએ માસુમ દીકરીને દફનાવી દીધી હતી. બીજા દિવસે પરિવારના સભ્યો જ્યારે સ્મશાનમાં ચણ નાખવા ગયા ત્યારે તેમને કાંઈક અજાગતું લાગ્યું હતું. કારણકે બાળકીનું મૃતદેહ ત્યાં અસ્તવ્યસ્ત હાલતમાંથી મળી આવ્યું હતું.
ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારના સભ્યોએ પોલીસને કરી હતી. નાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકીના મૃતદેહ સાથે ન થવાનું થયું છે. આ ઉપરાંત આવું કરનાર નરાધમ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ત્યારબાદ માસુમ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા જ સમગ્ર પથકમાં ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર પરિવારના લોકો જ્યારે બીજા દિવસે સ્મશાને ગયા ત્યારે બાળકીનું મૃતદેહ કોઈકે બહાર કાઢી નાખ્યું હતું અને તેના કપડા પણ કાઢી નાખ્યા હતા.
આ દ્રશ્યો જોઈને પરિવારના લોકો હમહચી ગયા હતા. પછી તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment