દીકરી વ્હાલનો દરિયો..! પિતાનો જીવ બચાવવા માટે માત્ર 17 વર્ષની દીકરીએ લીવરનું દાન કર્યું, બાપ-દીકરીનો પ્રેમ જોઈને હોસ્પિટલે પણ સર્જરીનું બધું બિલ…

Published on: 4:41 pm, Mon, 20 February 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેના વિશે સાંભળીને આપણે ભાવુક થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. આ કિસ્સામાં એક 17 વર્ષની દીકરીએ પોતાના પિતા માટે કંઈક એવું કામ કર્યું કે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

મિત્રો તમને જણાવી દઈએ કેરળમાં એક 17 વર્ષની દીકરીએ પોતાના પિતાને લીવરનું દાન કર્યું છે. દીકરી દેશની સૌથી નાની ઉંમરની ઓર્ગન ડોનર બની ગઈ છે. 17 વર્ષની દીકરીનું નામ દેવનંદા છે અને તે ધોરણ 12 માં અભ્યાસ કરે છે. દેવનંદાના પિતા ગંભીર લીવરની બીમારી સામે લડી રહ્યા હતા. આ બીમારીથી છુટકારો મેળવવા માટે માત્ર એક જ રસ્તો હતો, જે લીવર ટ્રાન્સપ્લાન્ટ હતું.

મિત્રો તમને જણાવી દે કે દેશના ઓર્ગન ડોનેશન નિયમ અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો અંગોનો દાન કરી શકતા નથી. આવી સ્થિતિમાં દીકરી દેવાનંદાએ અંગદાન માટે કેરળ હાઇકોર્ટ પાસે પરવાનગી માંગી હતી. જે પરવાનગીની કેરળ હાઇકોર્ટે સ્વીકારી લીધી હતી. કોર્ટમાંથી મંજૂરી મળ્યા બાદ દેવાનંદાએ 9 ફેબ્રુઆરીના રોજ પોતાના પિતાને લીવરનું દાન કર્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીની બહાદુરી જોઈને હોસ્પિટલ મેનેજમેન્ટએ સર્જરીના દિલના તમામ રૂપિયા માફ કરી દીધા હતા. હાલમાં આ વાતની ચર્ચા સમગ્ર દેશભરમાં ચાલી રહે છે. દીકરીના આ ખૂબ જ સુંદર કાર્ય વિશે જાણીને લોકો તેના વખાણ કરી રહ્યા છે. દેવાનંદાએ જણાવ્યું કે, તેના પિતા કેફે ચલાવે છે. સપ્ટેમ્બર મહિનામાં તેના પિતા જ્યારે કામ પરથી ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમના પગમાં સોજો આવી ગયો હતો.

તે સમયે ઘરમાં પિતાની બહેનનું નિધન થયું હતું. જેથી કોઈએ પિતાની સ્થિતિને ગંભીરતાથી લીધી નહીં. પછી માત્ર બે મહિનામાં પિતાનો વજન 20 કિલો વધી ગયો. ધીમે ધીમે શરીરમાં દુખાવો પડ્યો અને થાક વધવા લાગ્યો. જેથી પરિવારના સભ્યોએ પિતાનું બ્લડ ટેસ્ટ કરાવ્યું હતું. ત્યારે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પછી પરિવારના લોકો પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા હતા. પછી ઘણા બધા ટેસ્ટ કરાવવામાં આવ્યા.

દેવાનંદાના કાકી એક નર્સ છે. એને પોતાના પિતાના રિપોર્ટ્સ તેમને મોકલ્યા હતા. ત્યારે તેમને કહ્યું હતું કે લીવરમાં કંઈક ગડબડ હોય તેવું લાગી રહ્યું છે. જેથી તેની તપાસ કરાવી જોઈએ. તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે લીવરની બીમારીની સાથે કેન્સર પણ છે. તેનાથી બચવાનો માત્ર એક જ રસ્તો હતો જે લીવર ટ્રાન્સપ્લાન્ટ હતું.

પછી પરિવારના સભ્યોએ ડોનરને શોધવાનું શરૂ કરી દીધું. એમનું બ્લડ ગ્રુપ બી છે અને તે ખૂબ જ રેર છે. પરિવારના કોઈ પણ સભ્ય નું બ્લડ મેચ થતું ન હતું. પરિવારના સભ્યો જ્યારે બહાર ડોનરની શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે તે લોકો 30 થી 40 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી રહ્યા હતા. આટલા રૂપિયા પરિવાર આપી શકે તેમના હતા.

ત્યારે દીકરી દેવાનંદાએ ડોક્ટર સામે અફસોસ એ છે કે મારું બ્લડ ગ્રુપ 0+ છે. ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે, 0+ યુનિવર્સલ ડોનર છે. એટલે તે પોતાનું લીવર પોતાના પિતાને દાન કરી શકે છે. પરંતુ પરિવારના સભ્યોએ અને સગા સંબંધીઓએ આ વાતનો વિરોધ કર્યો હતો. પછી દીકરીએ પરિવારના સભ્યોને મનાવ્યા અને પોતાના પિતાને લીવરનું દાન કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરી વ્હાલનો દરિયો..! પિતાનો જીવ બચાવવા માટે માત્ર 17 વર્ષની દીકરીએ લીવરનું દાન કર્યું, બાપ-દીકરીનો પ્રેમ જોઈને હોસ્પિટલે પણ સર્જરીનું બધું બિલ…"

Leave a comment

Your email address will not be published.


*