જ્યારે કોઈ પણ ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે પરિવારમાં એક અલગ જ ખુશી જોવા મળતી હોય છે. ઘણા લોકો તો દીકરાનો જન્મ થવાની ખુશીમાં આખા ગામમાં મીઠાઈઓ વેચતા હોય છે. ત્યારે આજના આધુનિક જમાનામાં ઘણા એવા પણ લોકો છે જેવો દીકરીનો જન્મ થતાં જ ખૂબ જ ઉદાસ થઈ જતા હોય છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે લોકો વચ્ચે ધીરે ધીરે જાગૃતતા આવી રહી છે.
દીકરો-દીકરી એક સમાનનો જમાનો આવી રહ્યો છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો દીકરીનો જન્મ થયા બાદ ખૂબ જ ખુશ દેખાતા હોય છે અને દીકરીનું ઘરમાં ખૂબ જ ભવ્ય સ્વાગત કરતા હોય છે. મિત્રો હવે દીકરાઓની જેમ દીકરીઓ પણ ઘણી ઘણીને આગળ વધીને પોતાના માતા પિતાનું નામ દેશભરમાં રોશન કરતી જોવા મળી રહી છે.
આજે આપણે એક એવા પરિવારની વાત કરવાના છીએ. તેમના ઘરે દીકરીનો જન્મ થતા જ તેમની દીકરી અને પોતાની પુત્રવધુનું ઘરે એવું સ્વાગત કર્યું કે તમે આવું પહેલા ક્યાંય નહીં જોયું હોય. આ કિસ્સો બિહારના કટીહાર જિલ્લામાંથી સામે આવી રહ્યો છે.
અહીં એક પરિવારના ઘરમાં પહેલી વખત દીકરીનો જન્મ થતાં જ પરિવારના સભ્યોએ દીકરી અને દીકરીની માતાનું ઘરે ખૂબ જ ભવ્ય સ્વાગત કર્યું હતું અને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ કર્યું હતું. દીકરી અને તેની માતાનું ઘરે એવું સ્વાગત કરવામાં આવ્યું હતું કે આસપાસના લોકો જોતા રહી ગયા હતા.
આ ભવ્ય સ્વાગત જોવા માટે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિગતવાર વાત કરીએ તો સ્નેહા કુમારી અને મયંક નામના વ્યક્તિના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલાં થયા હતા. કોરોનાના કાળ દરમ્યાન બંને પરિવારના સભ્યોએ મળીને બંનેના લગ્ન કરાવ્યા હતા. આ કિસ્સો એક વર્ષ પહેલાનો છે.
એક વર્ષ પહેલા સ્નેહા કુમારીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થતાં જ પરિવારમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી. પરિવારના લોકો સ્નેહાને ડોલીમાં બેસાડીને ઘરે લાવ્યા હતા. પરિવારના લોકોએ અને મોહલાના લોકોએ સ્નેહા અને તેની દીકરીનું ઘરે ભવ્ય સ્વાગત કર્યું હતું. નાનકડી એવી દીકરીનું નામ પ્રાંજલ રાખવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment