દ્વારકાધીશના દર્શન કરીને ઘરે જતી 22 વર્ષની દીકરીનું અકસ્માતમાં કરુણ મોત… રસ્તામાં એવો ભયંકર અકસ્માત સર્જાયો કે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી અકસ્માતના બનાવ ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની ઘટનામાં એસટી બસ, ઇકો કાર અને કાર વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં દિવ્યા મુકેશભાઈ પરમાર નામની 22 વર્ષની યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના કલ્યાણપુર પાસે ભાટિયા બાયપાસ નજીક બની હતી.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં દિવ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. એટલે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. ત્યારે ગઈકાલે સારવાર દરમિયાન દીકરીનું મોત થયું હતું.

દીકરી દિવ્યા પોતાના માતા-પિતા સહિત પરિવારના સભ્યો સાથે માંગરોળ તાલુકાના દિવાસા ગામમાં રહે છે. મળતી માહિતી અનુસાર દિવ્યા પીપલાણા જીઆઇડીસી માં આવેલી એક કંપનીમાં એકાઉન્ટિંગ તરીકે નોકરી કરતી હતી. તે કંપનીના કર્મચારીઓ સાથે દ્વારકા ગઈ હતી.

દ્વારકાધીશના દર્શન કરીને દિવ્યા કારમાં પરત આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. ભાટિયા બાયપાસ ખાતે એસટી બસ, ઇકો કાર અને બલેનો કાર વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે દિવ્યા અને તેની સાથે બેઠેલા લોકોને ઘટનામાં ઇજા પહોંચી હતી.

દિવ્યાને માથાના ભાગે ઇજા પહોંચવાના કારણે તેને તાત્કાલિક સૌપ્રથમ સારવાર માટે જામનગર લઈ જવામાં આવી હતી અને પછી ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દિવ્યાને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*