જય હો ભોળાદના સુરાપુરા દાદાની…! ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધા વિશે દાનભા બાપુએ આપ્યો સંદેશ… જુઓ શું કહે છે દાનભા બાપુ…

આપણો ભારત દેશ ધર્મમાં માનનારો દેશ છે. આ દેશની ભૂમિ પર અનેક મોટા-મોટા સાધુ-સંતો થઈ ગયા છે. જેમને ધર્મ માટે ઘણા બધા કાર્યો કરેલા છે. ત્યારે હાલના ઘોર કળિયુગના સમયમાં આપણે સૌ કોઈ લોકોએ ભોળાદ વાળા સુરાપુરા દાદાના પરચા વિશે તો જરૂર સાંભળ્યું હશે.

મિત્રો દૂર દૂરથી લોકો અહીં સુરાપુરા દાદાના દર્શન કરવા માટે આવે છે અને અહીં આવતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કચ્છના કબરાઉ ધામમાં બિરાજમાન મણીધર બાપુની જેમ ભોળાદની ગાદી સંભાળનાર દાનભા બાપુ પણ હંમેશા લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની વિનંતી કરે છે.

દાનભા બાપુ હંમેશા ભોળાદમાં આવતા તમામ ભક્તોને કહે છે કે, જો દાણા જોવડાવીને પરીક્ષામાં પાસ થઈ જવાતું હોત તો બધા ભુવાઓ સ્કૂલની બાર જ બેઠા રહેત. આપણે જે વાવવીએ છીએ અને આપણે જેમ મહેનત કરીએ છીએ તેનું જ ફળ આપણને મળે છે.

એ જ બધાને કહું છું કે અંધશ્રદ્ધાથી દૂર રહો અને દાદાને સાથી રાખીને ખૂબ જ મહેનત કરીને પરીક્ષા આપો. તેમને કહ્યું કે, ધર્મના નામે ચાલતા અંધશ્રદ્ધાના ખેલ વિરોધમાં અમે લડી રહ્યા છીએ.

દાણા જોડાવાથી કોઈનું પેપર લખાતું નથી અને દાણા જોડાવાથી કોઇ માંદુ માણસ સાજુ પણ થતું નથી નહિતર ભુવાઓ હોસ્પિટલની બહાર જ બેઠા હોત કે જેવી એમ્બ્યુલન્સ આવે એટલે આશીર્વાદ આપીને નીકળવા તમે તમતારે એવું ન કહી દે. દાનભા બાપુ હંમેશા કહે છે કે, ભગવાનને માનવ પરંતુ ભગવાનના નામે ચાલતી અંધશ્રદ્ધાથી હંમેશા દૂર રહો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*