ગઢડા માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દર્શન કર્યા હતા. બાદમાં સંતો-મહંતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રી નું સ્વાગત કર્યું હતું. ગોપીનાથ મહારાજના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમને સંબોધન કરતા સી.આર.પાટીલે મુખ્યમંત્રી ના વખાણ કર્યા હતા.
બાદમાં તાજમહેલ અને અક્ષરધામ મંદિરને લઈને નિવેદન આપ્યું હતું.સી.આર.પાટીલે કહ્યુ કે તમે જે મંદિરોના નિર્માણ કરી રહ્યા છો તો આવા મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ એ શંકા થાય છે. મેતો દિલ્હીનું અક્ષરધામ મંદિર અને તાજમહેલ બંને જોયા છે.
કોઈને જો તાજમહેલ વધુ પસંદ પડ્યો હોય તો તેમની નજરમાં ખામી હશે, મારા નંબર બરાબર છે અને મને એમ લાગે છે કે તાજમહેલ કરતા દિલ્હીનું અક્ષરધામ જોવાથી ધન્યતા અનુભવાય છે.
એટલા માટે વાસ્તુના નિર્માણ થઇ રહ્યા છે અને તેનાથી ઇતિહાસ સચવાનો છે, લોકોને પ્રેરણા મળશે, દુનિયામાં દેશની છબી માં ખૂબ વધારો પણ થશે.
પોતાની બોટાદ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ની પ્રશંસા કરી હતી.તેઓ સ્વભાવે ભોળા છે તેમ તેમણે જણાવ્યું હતું. પાટીલે કહ્યું કે મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે ચર્ચા નો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment