પાટીદારોના આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ફરી આંદોલન થશે,પાટીદારોની ભુપેન્દ્ર સરકારને ચેતવણી

Published on: 9:32 am, Mon, 18 October 21

રાજ્યમાં પાટીદાર આંદોલનકારીઓ ફરી એક વાર સક્રિય થયા છે. આંદોલનકારીઓ સરકારને ચેતવણી આપી છે કે, અનામત આંદોલન મુદ્દે પાટીદારોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો રાજ્યમાં ફરી આંદોલન થશે. પાસના નેતાઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રશ્નો ઉકેલવા માંગણી કરી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે કે, અનામત આંદોલન વખતે શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને સરકારી નોકરી આપવાનું વચન અપાયું હતું જે હજુ સુધી પાળ્યું નથી.આ ઉપરાંત આંદોલન વખતે થયેલા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે.

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત માટે સમય માગ્યો છે. તેઓનું કહેવું છે કે હજુ સુધી અમને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

31 મી ઓક્ટોબર સુધીમાં પાટીદારોના પ્રશ્નો ઉકેલવા સરકાર ને સમય અપાયો છે. જો સરકાર પ્રશ્નો નહીં ઉકેલે તો આગામી દિવસોમાં પાસની મિટિંગમાં આંદોલનના કાર્યક્રમ ઘડવા નો નિર્ણય લેવાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!