આજે આપણે સરાહનીય કાર્યની વાત કરીશું તો અંજારના રતનાલ ગામના સરપંચ પતિએ લંપી ગ્રસ્ત ગૌવંશોની દફનવિધિ માટે હાઇવે ટચ 2 એકર જમીન દાનમાં આપી દીધી.એવામાં જ બહુમૂલ્ય ધરાવતી જમીન દાનમાં આપીને એ અગ્રણીઓએ અન્ય લોકોને સેવાની પ્રેરણા આપી છે.
વિસ્તૃતમાં વાત કરતા જણાવીશ તો હાલ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ગૌવંશોમાં લંબી વાયરસ નામનો રોગ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં લમ્પી રોગ એ ભરડો વધુ પ્રમાણમાં લીધો.તેનાથી ઘણા પ્રમાણમાં ગૌ વંશના મૃત્યુ પણ થયા છે.
એવામાં જ મુખ્યમંત્રીએ એક જ જિલ્લાની મુલાકાત લીધી તો ઘણા લોકોએ આવા સમયે ગૌવંશોની બચાવવા માટે જુદી જુદી રીતે સેવાઓ પૂરી પાડી રહ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો અંજાર તાલુકાની કે જ્યાં રતનાલ ગામના સરપંચ પતિએ અન્યોને રાજ અને ગૌવંશની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અને ખૂબ જ કીમતી અંદાજિત બે એકર જેટલી હાઈવે રોડ ટચ જમીન ગૌવંશની દફનવિધિ માટે દાનમાં આપી દીધી છે અને સૌ કોઈ માટે પ્રેરણા રૂપ બન્યા છે. આ ઉપરાંત ગામના સેવા ભાવીઓ દ્વારા પોતાની શ્રમદાન દ્વારા મૃતગૌવ વંશના મૃતદેહોને દફનાવવા દાનમાં આપી રહ્યા છે અને અત્યાર સુધી 30 થી વધુ ગાયોને વિધિવત રીતે દફન કરવામાં આવી છે.
તો હાલ તો આ ગાયોમાં લંપિ વાયરસ નામના રોગથી સમગ્ર રાજ્યમાં આ હાહા મચી ગયો છે, ત્યારે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રતનાલ ગામના સરપંચે ઉમદા કાર્ય કરીને બે એકર જેટલી જમીન દાનમાં આપી દીધી. આ ઉપરાંત કોરોના બાદ લગાયેલા lockdown દરમ્યાન પણ જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ સાથે સરાહનીય કામગીરી પુરી પાડી છે.
ત્યારે અંજારના પિયુષભાઈ આહિરે જણાવ્યું હતું કે પોતાની સેવા માટે દંપતિ પરમાત્માનો આભાર માની પોતાની આ માટે નિમિત માત્રા માને છે. આ અંજારના નાનકડા ગામ એવા રતનાલના સરપંચ થકી આપણે પણ પ્રેરણા લેવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment