મિત્રો રામ મંદિર બાદ વધુ એક હિન્દુ મંદિરનો માલિકી હક હિન્દુઓને આપવાનો કોટે આદેશ આપ્યો છે. 53 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવ્યો છે અને યુપીના બાગપત જિલ્લામાં આવેલી 53 વર્ષથી ચાલી રહેલી મજાર અને લાક્ષાગૃહ વિવાદ માં આખરે કોર્ટનો ચુકાદો આવી ચૂક્યો છે.
કોટે હિન્દુ પક્ષને માલિકીનો હક આપવાનો આદેશ કર્યો છે અને આ વિવાદમાં મજાર અને તેની સાથે જોડાયેલી 100 વીઘા જમીનને લઈને છેલ્લા 53 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો તેનો હાલમાં ચુકાદો આવી ગયો છે.1970 માં આ વિવાદમાં ટ્રાયલમાં બાગપતના સિવિલ જજ શિવમ ત્રિવેદીએ આ ચુકાદો સંભળાવ્યો હતો.
મેરઠના સરધના કોર્ટમાં બરનાવા નિવાસી મૂકીમ ખાને વફત બોર્ડના પદાધિકારીની હેસિયતથી વાદ દાખલ કર્યો. જેમાં લાક્ષાગૃહ ગુરુકુળના સંસ્થાપક બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. મૂકીન ખાને તેના પર માલિકી હકની દાવેદારી કરી હતી જ્યાં શેખ મદરૂદ્દીનની મજાર અને
કબ્રસ્તાનની જમીન આવેલી છે.આ કેસની અંદર કોટે 10 થી વધુ હિન્દુ પક્ષની સાક્ષીઓની જુબાની લીધી હતી અને આપને જણાવી દઈએ કે સિવિલ જજે મુસ્લિમ પક્ષનો કેસ ફગાવી દીધો હતો અને કોર્ટમાં મામલે 53 વર્ષથી હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો અને મહાભારત કાળ સાથે જોડાયેલા લાક્ષાગૃહનો કેસ છે જેના પર મુસ્લિમ સમાજ લાક્ષાગૃહ નહીં પરંતુ શેખ બદરુદ્દીન ની મજાર હોવાનો લાયો કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment