વાહ મજા આવી ગઈ..! સૌરાષ્ટ્રની જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, નવા ભાવ સાંભળીને…

જામનગર માર્કેટ યાર્ડમાં કપાસ વેચવા માટે આવેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સીઝનની શરૂઆતથી લઈને અત્યાર સુધી કપાસના ભાવમાં જે બ્રેક લાગી હતી હવે તેમાં ધીમે ધીમે મોટો વધારો થઈ રહ્યો છે

ત્યારે લાંબા સમય બાદ હવે કપાસના ભાવ 1300 થી માંડીને 1575 જેવા ભાવ બોલાઇ રહ્યા છે. માર્કેટયાર્ડમાં લગભગ 34,266 મણ જણસીની આવક થઈ છે.જામનગર માર્કેટ યાર્ડમાં સૌથી વધારે જીરુંની પણ આવક થઈ છે અને જીરુંની સિઝન શરૂ હોવાથી 272 ખેડૂતો જીરું વેચવા માટે

આવતા માર્કેટ યાર્ડમાં 3000 રૂપિયા થી લઈને 5900 સુધીના સોદા પડ્યા હતા. 8238 મણ જીરું યાર્ડમાં આવ્યું હતું. અજમાના ભાવ 2250 રૂપિયાથી લઈને સાડી 550 રૂપિયા રહ્યા હતા.3190 માં અજમો યાર્ડમાં આવ્યો હતો અને બીજી બાજુ અજમાની ભૂંસી 70 રૂપિયાથી 2800 ના ભાવે વેચાઈ હતી.

મરચાના ભાવ 1005 રૂપિયાથી 3600 રૂપિયા રહ્યા હતા. માર્કેટ યાર્ડમાં 730 મણ મરચાની આવક થઈ હતી અને સાથે ડુંગળીના ભાવ 100 થી 350 રૂપિયા રહ્યા હતા અને 1481 માં ડુંગળી ની આવક થઈ હતી. મગફળીના ભાવ ઘટ્યા છે ને મગફળીના ભાવ 1000 થી 1210 રૂપિયા જોવા મળ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*