કોરોના નું સંક્રમણ વધતા આ રાજ્યમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન,જાણો કેમ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

302

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ગઈકાલે અનલૉક 5 ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જેમાં થિયેટર, સ્વિમિંગ, પૂલ મલ્ટિપ્લેક્સ ને 50 ટકા કેપીસીટિ સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલ અને કોચિંગ સંસ્થા 15 ઑક્ટોબર બાદ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે. સ્કૂલ સિનેમાહોલ માર્ચ મહિનાથી બંધ છે અને હવે અનલૉક 5 ની શરતો સાથે તેમને ખોલવાની અનુમતિ આપવામાં આવી છે. દેશના કેટલાંક રાજ્યોએ 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરેલ છે.

આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે 31 ઓક્ટોબર સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધી રહેલા કહેર વચ્ચે હોટેલ, રેસ્ટોરન્ટ અને બાર ને 50 ટકાની કેપેસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.તમિલનાડુ એ પણ 31 ઓક્ટોમ્બર સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.

જોકે આ લોકડાઉન એટલે કે થોડી ઘણી છૂટ આપવામાં આવે. AIADMK અેક ટ્વીટ માં જણાવ્યું કે સરકારે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.ચેન્નાઇ એરપોર્ટ પર 100 વધારે ફ્લાઇટને લેન્ડ થવાની મંજૂરી આપી છે.

સરકારેવધારેમાં કહ્યું કે ફિલ્મ અથવા સીરિયલના શૂટિંગ માટે 100 વધારે લોકો ભેગા નહીં થઈ શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!