ભારતમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગયું છે.વિદ્યાર્થીની પરીક્ષાઓને લીધા મહત્વપૂર્ણ નિર્ણય. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પ્રાયોગિક પરીક્ષા ગુજરાતી શિક્ષણ બોર્ડ દ્વારા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં કુલ 847 પરીક્ષા કેન્દ્ર ઉપરથી પરીક્ષામાં રાખવામાં આવી છે.
અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટ ઉપરાંત બીજા ચાર મહાનગરપાલિકામાં પરીક્ષ મોકૂફ રાખવામાં આવી છે. ૮ મહાનગરપાલિકા સિવાય બાકીના નગરપાલિકાઓમાં પરીક્ષા લેવાશે.સૌથી વધુ પરીક્ષાના સેન્ટર સુરત શહેરમાં છે. સુરતના સ્કૂલ 189 સેન્ટર પર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
કારણકે ગઈકાલે ગુજરાત રાજ્યમાં 2252 કેસ નોંધાયા હતા.તેના કારણે રાજ્યમાં 8 લોકોના મૃત્યુ થયા હતા. ગુજરાત રાજ્યમાં હાલમાં 12000 થી વધુ કેસો એક્ટિવ છે. જેમાં 149 લોકો વેન્ટિલેટર ઉપર છે.
રાજ્યમાં રિકવરી રેટ 94 54 ટકા પર પહોંચ્યો છે.રાજયમાં અત્યાર સુધીમાં 4500 લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં 3 લોકોના મૃત્યુ થયા.
સુરતમાં પણ 3 વ્યક્તિના મૃત્યુ, પંચમહાલ અને રાજકોટમાં 1 વ્યક્તિનુ મૃત્યુ, કુલ ૮ લોકોના મૃત્યુ થયા છે.ગુજરાતમાં ગઈકાલે કોરોના નો સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા હતા.
સુરતના કોરોના કેસનો આંકડો ૬૦૩, અમદાવાદમાં 602, વડોદરામાં 201 રાજકોટમાં 198,ભાવનગરમાં 36, મહેસાણામાં 3, ખેડામાં 27,નર્મદામાં 26 મોરબીમાં, 25 કેસો નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment